SURAT

સુરતનો સ્માર્ટ ડ્રગ્સ માફિયા પોલીસની હિલચાલ પર નજર રાખવા CCTV કેમેરા, વોકીટોકીનો ઉપયોગ કરતો

સુરતઃ ગુનેગારોને પકડવા પોલીસ કેમેરા, વોકીટોકીની મદદ લેતી છે પરંતુ હવે તો ડ્રગ્સ માફિયા પોલીસ કરતા આગળ વધી ગઈ છે. સુરતના ડ્રગ્સ માફિયાઓએ પોલીસની હિલચાલ પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા, વોકીટોકીનો ઉપયોગ કર્યો હોવાનું ખુલ્યું છે.

સુરત SOG પોલીસે મોટી સફળતા મેળવી છે. ભાઠેના પંચશીલનગરમાંથી શિવરાજ ઝાલા નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, જે સંશોધન દરમિયાન ભારે ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું બહાર આવ્યું છે.

ભાઠેના પંચશીલનગરમાં 500 મીટરના એરિયામાં 4 વોકીટોકી અને 25 સીસીટીવી કેમેરા રાખીને રોજનું દોઢ લાખનું એમડી વેચાણ કરતા ડ્રગ્સ માફીયાને ડ્રગ્સ માફીયાના ખિસ્સામાંથી 12 લાખનું 120 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. સાથે એમડી વેચાણની 16 લાખની રોકડા પણ મળી આવી હતી.

પોલીસે શિવરાજ ઝાલાની પાસેથી કુલ 120 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ (મુલ્ય રૂ. 12 લાખ), રોકડા રૂ. 16 લાખ, તેમજ બે લોડેડ પિસ્તોલ પણ જપ્ત કર્યા છે. આરોપી પોતે ગુનાઓમાં સક્રિય રહેતો અને પોલીસને ચકમો આપતા રહેતો હતો. આરોપી વોકીટોકીનો ઉપયોગ કરીને પોતાના સાગરિતો સાથે સતત સંપર્કમાં રહેતો હતો. પોતાના ઘરના બહારથી મુખ્ય માર્ગ સુધી તેણે કુલ 25 CCTV કેમેરા લગાવ્યા હતા અને ઘરમાં કંટ્રોલ રૂમ ઊભો કર્યો હતો, જેથી પોલીસની હિલચાલ અને ડ્રગ્સ ખરીદનારાઓ પર સતત નજર રાખી શકાય.

શિવરાજ ઝાલાના વિરુદ્ધ મારામારી, જુગાર, લૂંટ, ડ્રગ્સ સપ્લાય અને હત્યા જેવા અનેક ગુનાઓ નોંધાયા છે. ઉપરાંત તે ઉમરા લૂંટ અને લિંબાયતના ગુનામાં નાસતો-ફરતો હતો. SOG દ્વારા હાથ ધરાયેલા આ ઓપરેશનને લઇને સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. આરોપી સામે વધુ પૂછપરછ હાથ ધરાઈ રહી છે અને તેની સાથે જોડાયેલા ગુનાગારના (નેટવર્ક) ની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top