Business

ફિક્સ વળતરની લાલચ આપી સુરતના શાહ’સ ઈન્વેસ્ટમેન્ટે રૂપિયા 55 કરોડનું ‘ફૂલેકું’ ફેરવ્યું!

સુરતઃ કતારગામની શાહ’ સ ઇન્વેસ્ટમેન્ટએ જુદા જુદા સોશીયલ ઇન્ફલુએન્સર નીતીન જાની (ખજુરભાઇ), જાનકી બોડીવાલા, મિત્ર ગઢવીનાઓ પાસે વિડીયો મારફતે કોઈપણ પ્રકારના જોખમ વગર શાહ’સ ઇન્વેસમેન્ટમાં રોકાણ પર ફિક્સ વળતરની જાહેરાતો કરાવી હતી. આ જાહેરાત જોઈ ભાવનગરના મોબાઈલ દુકાન ધારક અને તેના મિત્રે ઊંચા વળતરની લાલચમાં આવી રોકાણ કરતા ૧.૩૨ કરોડ ગુમાવતા મામલો સીઆઇડી ક્રાઈમમાં પહોંચ્યો હતો.

ભાવનગર મહુવાના કોલેજ રોડ પર આવેલી જય અંબે નગરમાં રહેતા 42 વર્ષીય પાર્થભાઈ રતિલાલ ભાઈ પંડ્યા,જે મહુવામાં મોબાઈલની દુકાન ચલાવે છે, ફેબ્રુઆરી 2024માં સોશિયલ મીડિયા પર નીતિન જાની (ખજુરભાઈ), તરુણ જાની જાનકી બોડીવાલા અને મિત્ર ગઢવી જેવા લોકપ્રિય ગુજરાતી ઇન્ફ્લુએન્સર્સની જાહેરાતો જોઈને આકર્ષાયા હતા. આ વીડિયો, ઇન્સ્ટાગ્રામ(@shahs_investment@shahs_investment_update) જેવા પ્લેટફોર્મ પર શેર થયેલા હતા. જે વીડિયોમાં જોખમ વિનાના રોકાણ સાથે ઊંચું નિશ્ચિત વળતર આપવાનો લાલચ આપતા હતા. વધુમાં તેમની ફર્મ SEBI-રજિસ્ટર્ડ છે અને એન્જલ વન લિમિટેડ સાથે જોડાયેલી છે તેવા દાવાઓ પણ કર્યા હતા. જેથી લાલચમાં આવી તેઓ માર્ચ 2024માં ફર્મની ઓફિસ (415-416, ચોથો માળ, સિલ્વર સ્ટોન આર્કેડ, કતારગામ, સુરત) ખાતે ગયા, જ્યાં તેમની મુલાકાત ફર્મના સંચાલકો હાર્દિક અશોકભાઈ શાહ અને તેમની પત્ની પૂજા શાહ તથા HR મેનેજર શગુણાબેન સાથે થઈ હતી.

આ લોકોએ 13 વર્ષનો શેરબજારનો અનુભવ, એન્જલ વન સાથે જોડાણ અને જોખમ વિનાના ઊંચા વળતરની ખાતરી આપી હતી. તેમણે પાર્થને અલગ અલગ સ્કીમો સમજાવી હતી.આ લોભામણી ઓફરો અને ઇન્ફ્લુએન્સર્સના વીડિયોથી પ્રભાવિત થઈ, પાર્થભાઈએ 3 માર્ચ, 2024ના રોજ તેમના પિતા રતીલાલના નામે રૂ. 15 લાખનું રોકાણ શાહ’સ ઇન્વેસ્ટમેન્ટના HDFC બેંક ખાતામાં RTGS દ્વારા કર્યું હતું. આ રોકાણ પર નિશ્ચિત વળતર મળતાં તેમનો વિશ્વાસ વધ્યો હતો. ત્યારબાદ, તેમણે પોતાના, પત્ની દીપાલી, પુત્રી પ્રિયા અને પુત્ર મંત્રના નામે કુલ રૂ. 58 લાખનું રોકાણ કર્યું હતું. ઠગ દંપતી શરૂઆતમાં વળતર ચૂકવી પાર્થને વિશ્વા લીધો હતો. પરંતુ જાન્યુઆરી 2025માં મુદત પૂર્ણ થતાં ચુકવણી બંધ થઈ ગઈ હતી.

પાર્થભાઈએ રોકાણની રકમ પરત માંગતા હાર્દિક અને પૂજા શાહે રકમ પરત આપવા અખાડા શરૂ કર્યા હતા. જે બાદ પાર્થે 9 ફેબ્રુઆરી, 2025ના રોજ ઓફિસે રૂબરૂ જઈ માંગણી કરતાં, તેમને 17 ફેબ્રુઆરી, 2025ના 58 લાખના ત્રણ ચેક આપી ફરી પાર્થને ઝાંસામાં લીધો હતો. જે ચોકો પાર્થ દ્વારા બેંકમાં જમા કરાવતા બે વખત બાઉન્સ થયા હતા. જેથી પાર્થે સીઆઈડી ક્રાઈમ પોલીસનું શરણું લીધું હતું. પોલીસે શાહ દંપતિ અને શાહ ઇન્વેસ્ટમેન્ટ કંપની વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

શાહ ઇન્વેસ્ટમેન્ટ કંપનીએ 55 કરોડ રોકાણકારો પાસેથી પડાવ્યા
શાહ ઇન્વેસ્ટમેન્ટ કંપની સોશીયલ ઇન્ફલુએન્સરપાસેથી જાહેરાત કરાવી રાજ્યભરના લોકોને લાલચ આપી હતી. જેમાં ગરીબોની સદા મદદ કરતા ખજૂરભાઈનો પણ ઉપયોગ લોકોને વિશ્વાસમાં લેવા માટે કર્યો હતો. ભોગ બનનારે પાર્થે ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે પાર્થને આપેલા 58 લાખના ચેક સામે તેમના બેંક ખાતામાં 9 ફેબ્રુઆરીએ રૂ. 1.48 લાખ અને 17 ફેબ્રુઆરીએ રૂ. 87,139 જ બેલેન્સ હતું. જ્યારે બેંક ટ્રાન્જેક્શન ચેક કરતા 55 કરોડના નાણાંકીય વ્યવહાર થયો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી રોકાણના નામે 55 કરોડનો આંકડો હાલ બહાર આવ્યો છે. પોલીસે હાલ શાહ દંપતિ નામજોગ ગુનો નોંધ્યો છે પણ આ કૌભાંડમાં ઇન્ફલુએન્સર નીતિન જાની, તરુણ જાની, જાનકી બોડીવાલાની સંડોવણી બહાર આવે તો તેમની પણ ધરપકડ થાય તેવી સંભાવના છે.

તમામ રોકાણ કારોના પૈસા પોન્ઝી સ્કીમમાં રોક્યા
જૂન 2025માં patty360.com વેબસાઈટ અને એન્જલ વનની સંદેશ ન્યૂઝપેપરની જાહેરાત દ્વારા પાર્થભાઈને જાણ થઈ કે શાહ’સ ઇન્વેસ્ટમેન્ટ એન્જલ વન સાથે જોડાયેલ નથી અને અનધિકૃત પોન્ઝી સ્કીમ ચલાવે છે. વારંવાર માંગણી કરતા નાણાં પોન્ઝી સ્કીમમાં રોક્યા હોવાનું જણાવ્યું હતું.અને પૈસા પાછા નહીં મળે જે થાય તે કરી લેવાની આરોપીઓએ ધમકી આપી.

સ્ટોક ઈન એપ લોન્ચ કરવા ખજૂરભાઈ થતા તરુણ જાનીને બોલાવાયા હતા
પાર્ટી શરૂઆતમાં રોકાણ કરતા તેમના સ્થાપના કુલદીપભાઈ જતી રહે સહ ઇન્વેસ્ટમેન્ટ કરવાના હોવાથી તેમાં તેમને આમંત્રણ આપ્યું હતું જે સમગ્ર લોન્ચિંગનો પ્રોગ્રામ એલપી સવાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઉજવાયો હતો. નીતિનભાઈ જાની તથા તરુણ જાની હાજરીમાં આ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું જેથી પાર્થને હાર્દિક સાથે પૂજાસા ખૂબ સારા માણસો હોવાનું લાગતા વધુ રોકાણ કરવા પ્રેરાયા હતા.

આ સ્કીમ રોકાણકારોને આપવામાં આવતી હતી
પાર્થને કતારગામ ઓફિસે જતા શાહ ઇન્વેસ્ટમેન્ટના જુદા જુદા બ્રોસરો બતાવી તથા નીતિન જાની જેવા સામાજિક સેવાનું કામ કરનાર માણસો તેમની સાથે જોડાયેલા હોવાનું કહી દંપતિએ ભરોસો બેસાડ્યો હતો.જ્યાં ઊંચા વળતર અને રોકાણના પૈસાની સમગ્ર જવાબદારી પોતે સ્વીકારી હતી.અને પાર્થને આ પ્રમાણે રોકાણ માટે સ્કીમ બતાવી હતી.
 4% વળતર: 6 મહિના માટે રોકાણ પર દર 42 દિવસે 4% વળતર, મૂડી પરત.
 8% વળતર: 6 મહિના માટે રોકાણ પર દર 75 દિવસે 8% વળતર, મૂડી પરત.
 8% વળતર: 15 દિવસમાં 8% વળતર સાથે મૂડી પરત.
 12% વળતર: 100 દિવસમાં 12% વળતર સાથે મૂડી પરત.જેથી પરથી 8 ટકા વળતરની સ્કીમમાં રોકાણ કર્યું હતું.

Most Popular

To Top