SURAT

કોરોનામાં માતા-પિતાને ગુમાવનાર સુરતની સંગીતાએ ધો. 12 કોમર્સમાં A-2 ગ્રેડ મેળવ્યો, રિઝલ્ટ બાદ કહ્યું…

સુરતમાં કોરોના કાળમાં અનેક લોકો એવા હતા કે જેઓએ પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. આવી જ એક સુરતની વિદ્યાર્થીની કે જેને કોરોનામાં પહેલા માતા અને બાદમાં પિતાની છત્રછાયા ગુમાવ્યા હતા તે વિદ્યાર્થીનીએ ધો.12 કોમર્સમાં 84 ટકા પરિણામ સાથે A-2 ગ્રેડ મેળવ્યો છે. આ દીકરીનું નામ સંગીતા છે. સંગીતાનાં પરિવારમાં માતા-પિતા ગુમાવ્યા બાદ હવે માત્ર 4 ભાઈ-બહેનો જ છે. માતા-પિતાની છત્ર છાયા ગુમાવ્યા બાદ હવે તેના મોટા ભાઈ પરેશ પોતાના ભાઈ-બહેનોને સાચવે છે.

કોરોનામાં માતા-પિતા બંને ગુમાવ્યા
વર્ષ 2020માં જયારે કોરોનાની પ્રથમ લહેરમાં લોકડાઉન પૂર્ણ થવા આવ્યું ત્યારે સંગીતાની માતા કોરોના સંક્રમિત બની હતી. તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોનાનું 90 ટકા ઇન્ફેકશન શરીરમાં ફેલાઈ ગયું છે. જો કે સારવાર દરમિયાન માતાનું મૃત્યુ થતા આખું પરિવાર આઘાતમાં આવી ગયું હતું. જો કે આ આઘાતમાંથી હજુ તો તેઓ બહાર આવ્યા ન હતા ત્યાં પિતા પણ કોરોના સંક્રમિત થયા. વર્ષ 2021માં કોરોનાનાં પગલે પિતાનું મોત થતા પરિવાર પણ આભ તૂટી પડ્યું. એકાએક સંગીતાનાં 4 ભાઈ-બહેનોએ માતા અને પિતાની છત્રછાયા ગુમાવી દીધી. જો કે તેમ છતાં સંગીતાએ હાર ન માની. સખત મહેનત કરી તેઓએ સફળતા મળેવી..

ઘરમાં લેસ લગાવવાનું કામ કરવા સાથે પરીક્ષાની તૈયારી
કોરોનામાં માતા-પિતા ગુમાવ્યા બાદ પરિવારનું ગુજરાન ચલવવાની જવાબદારી મોટા ભાઈ પરેશના માથે આવી ગઈ હતી. પરેશભાઈ સેકન્ડયરમાં હોમિયોપેથી ડોક્ટરનો અભ્યાસ કરી રહ્યા છે. પરેશનાં પિતા સાડી પર લેસ લાગવવાનું કામ કરતા હતા જે કામ હવે તેના દીકરા અને દીકરીઓ કરી રહ્યા છે. પરેશ રાત્રે હોસ્પિટલમાં નોકરી કરે છે. માતા-પિતા ગુમાવ્યા બાદ આર્થિક સ્થિતિ સારી ન હતી. માતા-પિતાની કોરોનાની સારવાર માટે પરેશને દેવું થઇ ગયું હતું. તેમ છતાં તેઓએ આ તમામ ભાઈ બહેનો સાથે મળીને મહેનત કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.

ભણેલા હોવાથી મહેનત કરી પોતાના પગ પર ઉભા રહેવાનું પિતા કહેતા હતા : પરેશ
પરેશે જણાવ્યું હતું કે, મારા પિતા કહેતા હતા કે આપણે અભણ તો નથી જ. આપણે આપણા પગ પર ઉભા રહેવાનું છે. પરિવારનું ગુજરાન ચલવવા તેમજ દેવું ચૂકતે કરવા માટે તેઓએ પિતાનું ઘર ભાડે આપી મોટા બાપુજીની બાજુનાં જ ઘરમાં રહે છે. જેથી તેઓની મદદ મળી રહી છે. સંગીતા ધો.12ની પરીક્ષાની તૈયારી સાથે સાથે ઘરમાં સાડીઓ પર લેસ લગાવવાનું પણ કામ કરતી હતી. આ બધું કરતા તેને ધો.12 કોમર્સમાં 84 ટકા પરિણામ મેળવ્યું છે.

માતા-પિતા હયાત હોત તો ગૌરવ થાત: સંગીતા
પરિણામ બાદ સંગીતાએ પોતાના માતા-પિતાને યાદ કર્યા હતા અને તેઓના આશીર્વાદ લીધા હતા. તેને જણાવ્યું કે આજે મારું આ પરિણામ જોઈને મારા માતા-પિતાને ખુબ ખુશ થાત. હવે મારે આગળ સરકારી નોકરી કરવાનો ગોલ છે જેથી હવે હું તે દિશામાં મહેનત કરીશ

Most Popular

To Top