સુરત: ગુજરાતીઓ ઢીલાપોચા હોય છે તે મ્હેણું સુરતના યુવકે ભાંગી નાંખ્યું છે. વિશ્વના 500 બોડી બિલ્ડરોને સુરતના યુવકે મ્હાત આપી છે. વર્લ્ડ ફિટનેશ ફેડરેશન દ્વારા આયોજિત હિન્દુસ્તાન કપ ડબ્લ્યુડબ્લ્યુએફ ક્વોલિફાયર ચેમ્પિયનશીપ સુરતના રવિ રાંદેરીએ જીતી છે.
સુરતના આર. આર. ફિટનેશ હબના કોચ રવિ રાંદેરીએ ફરી એક વખત ભારત દેશનું નામ રોશન કર્યું છે. વર્લ્ડ ફિટનેશ ફેડરેશન દ્વારા હિન્દુસ્તાન કપ ડબલ્યુ.એફ.એફ. ક્વોલિફાયર ચેમ્પિયનશિપનું આયોજન કરાયું હતું આ ઈવેન્ટ નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. જેમાં સુરતના રવિ રાંદેરીએ પહેલો નંબર પ્રાપ્ત કરીને માત્ર સુરત જ નહીં પરંતુ ગુજરાતનું નામ રોશન કર્યું છે.
યુકે, અફઘાનિસ્તાન સહિત વિશ્વના 500થી વધારે સ્પર્ધકો વચ્ચે ભારત સુરતના રવિ રાંદેરીનો દબદબો જોવા મળ્યો હતો. કોચ કુપેશ વાઘેલાના માર્ગદર્શન હેઠળ રવિ રાંદેરીએ કોમ્પિટિશનની ટ્રેનિંગ લીધી હતી, જ્યારે તેમને જય જરીવાલા, કિશન લખડિયા અને નીખીલ પટેલે સપોર્ટ કર્યો હતો. રવિ રાંદેરીએ નેશનલ અને ઇન્ટરનેશન બન્ને ક્ષેત્રમાં રેકોર્ડ કરી વિશ્વમાં ભારત દેશનું નામ રોશન કર્યું છે. એટલું જ નહીં, નેશનલ અને ઇન્ટરનેશનલ ક્ષેત્રે ગુજરાતી સુરતી રવિ રાંદોરીનો દબદબો જોવા મળ્યો છે.