સુરત: ગુજરાતના બે મોટા મહાનગરના મ્યુનિસિપલ કમિશનરની બદલી કરવામાં આવી છે, સુરતના (Surat) પાલિકા કમિશનર બંછાનિધિ પાનીની (Banchanadihi Pani) પણ બદલી કરવામાં આવી છે. તેમના બદલે હવે સુરતને મહિલા પાલિકા કમિશનર મળશે. વડોદરાના (Vadodara) મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ (Shalini Agarwal) હવે સુરતના મ્યુનિસિપલ કમિશનર તરીકે પદ સંભાળશે જ્યારે બી એન પાનીની વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. એક જ બેચના બે આઈએએસ ઓફિસરની આંતરિક બદલી કરવામાં આવી છે.
કહી શકાય કે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીના એંધાણ દેખાઈ રહ્યા છે. ત્યારે રજ્યમાં સુરત અન વડોદરાના કમિશનરની આંતરિક બદલી કરવામાં આવી છે. સુરત અને વડોદરા મહાનગર પાલિકાના કમિશનરોની બદલી કરવામાં આવી છે. શાલિની અગ્રવાલ સુરતના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા છે. જ્યારે બંછાનિધિ પાનીની વડોદરાના મ્યુનિસિપલના નવા કમિશનર બન્યા છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચૂંટણીના માહોલ જામવાનો છે. જેના કારણે અલગ અલગ વિભાગોમાં આંતરિક બદલીની પ્રકિયા શરૂ કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચનો એક નિયમ હોય છે કે ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓને પોતાના સ્થાન પર જો ત્રણ વર્ષથી વધુનો સમય થયો હોય તો તેમની બદલી કરવી દેવામાં આવે છે. તાજેતરમાં જ IPS અધિકારીઓની બઢતી અને બદલી બાદ 82 DySPની બદલી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે જ વડોદરા અને સુરતના કમિશ્નરની બદલી કરવામાં આવી છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આવ્યા બાદ બીજા જ દિવસે પાલિકા કમિશનરની આંતરિક બદલી કરવામાં આવી છે. પીએમ મોદી મોદીના આગમનમાં સુરત મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરી દેવાય હતી.
બંછાનિધિ પાની 2005ના બેચના IAS ઓફિસ છે. તેમણે ઉત્કલ યુનિવર્સિટીમાંથી એમ એ પોલિટિકલ સાયન્સ કર્યું છે. તેમને તેમના કાર્યકાળ દરમિયાના સુરતને વિકસિત કરવા માટે ઘણા પ્રોજેક્ટ હાથ ધર્યા હતા. તેમને રુરલ ડેવલોપમેન્ટ, અર્બન ડેવલોપમેન્ટ તેમજ ટ્રાન્સપોર્ટના પ્રોજેક્ટમાં નેશનલ-ઈન્ટરનેશન એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. સુરતમાં પણ પાલિકા કમિશનર તરીકે નિયુકત થતા ઘણા વિકાસનો કામો તેમણે હાથ ધર્યા હતા. કોરોના મહામારીમાં શહેરમાં સૌથી વધુ ઝડપી વેક્સિનેશનની કામગીરી પણ તેમના દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. જેની નોંધ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી લેવાઇ હતી. તમને જણાવી દઈએ કે એક જ બેચના બે IASની આંતરિક બદલી કરવામાં આવી છે, વડોદરાના શાલિની અગ્રવાલ પણ 2005ના બેચના IAS ઓફિસર છે. 2018માં વડોદરાના પાલિકા કમિશનર તરીકે તેમને નિયુકત કરવામાં આવ્યા હતા. તેમણે અરવલ્લી, ખેડા અને તાપીમાં પણ પાલિકા કમિશનર તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા. 2016-17માં અરવલ્લી જિલ્લા માટે રાજ્યનો શ્રેષ્ઠ કલેક્ટર એવોર્ડ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યો હતો.