Charchapatra

સુરતનું નવું નજરાણું

આપણા શહેરમાં રીંગરોડ પર ખટોદરા વિસ્તારમાં જૂની સબજેલની જગ્યા પર સુરત મહાનગરપાલિકાની નવી બિલ્ડીંગ બને છે. મારા ખ્યાલથી તે સુરતની સૌથી ઊંચી બિલ્ડીંગ બનશે. સુરત શહેર અને સ્થાનિક જનતા માટે ખૂબ જ ગર્વની વાત થશે.આ બિલ્ડીંગ સુરતની મધ્યમાં છે અને શહેરના ઘણા વિસ્તારમાંથી જોઇ શકાય છે. તો મારે શાસક પક્ષ અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને જણાવવાનું કે, જો નવી બિલ્ડીંગમાં ઉપરના ભાગે વ્યુવીંગ ગેલેરી જેવું કંઇક બનાવે તે નવું નજરાણું થશે. કારણ કે હું માનું છું કે બિલ્ડીંગ ઉપરથી સુરતનો ઘણો વિસ્તાર દેખાશે.ખાસ તો જૂનું સુરત જોવાની મજા આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ ઉપરથી જોવાની ટીકીટ રાખવી જોઇએ. જેનાથી સુરત મહાનગરપાલિકાને આવક ઊભી થશે. જો આવું થયું તો ઉપરથી જૂનું સુરત અને નવું સુરત જોવાની મજા આવશે.
સુરત     – કિરીટ માટલીવાળા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top