ઘણા જ્ઞાતિ પ્રથાનો વિરોધ કરે છે અને એ વાત કેટલાંક અંશે સાચી પણ છે. જોકે આજે જ્ઞાતિના બંધનો શિથિલ થઇ ગયાં છે અને આંતરજ્ઞાતિ લગ્નોનો એમાં મુખ્ય ફાળો છે. આમ છતાં રાજકારણમાં, ખાસ કરીને ચૂંટણી વખતે ઉમેદવારોની પસંદગી અને વોટબેંક નક્કી કરવામાં જ્ઞાતિનાં સમીકરણો નજર અંદાજ કરી શકાતાં નથી. એ એક કડવી વાસ્તવિકતા છે. એટલે સરકાર ભલે કહેતી રહે કે જ્ઞાતિપ્રથાને સમવાયી લોકશાહી શાસનમાં સ્થાન નથી, પણ એ માત્ર આત્મવંચનાથી વિશેષ બીજું કઈ નથી.
કારણ કે દરેક જ્ઞાતિનું ઉજળું પાસું એ એની અન્ય સમાજ સંસ્થાઓથી અલગ પડતી લાક્ષણિકતા છે. જો કે આ બધામાં હવે ઘણા ધરમૂળથી પરિવર્તન આવ્યું છે. જેમ કે, પાન, પાટિયું, પાણી અને પંચાત એ નાગર ઘરાનાની ઓળખ હતી. આ ચાર બાબતો જેવો જ ક્કકો મને સુરત માટે પણ સાંપડ્યો. કચરા અને ગંદકીથી દેશભરમાં કુખ્યાત સુરત આજે સ્વચ્છતા અને સુંદરતામાં નંબર વન છે. કોરોના જેવા જીવલેણ વાયરસ સામે હિંમતભેર લડીને એ પ્રગતિને પંથે ફરી ચઢી ગયું છે, પણ શહેરની સોનાની મૂરતને ઝાંખપ લગાડતી બે બાબતો: ગલીએ ગલીએ રખડતાં કૂતરાં અને કબૂતરોને ચણ નાખ્યા બાદ સફાઈના અભાવે ફેલાતો જીવલેણ રોગચાળો. (આ બંનેમાંથી કમનસીબે મારા સ્વજનો) ને પસાર થવું પડ્યું છે. આ બાબત સત્તાવાળાઓ ધ્યાને લેશે તો સાચા અર્થમાં સુરત સ્માર્ટ સીટી બનશે.
સુરત – પ્રભાકર ધોળકિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
