સુરત : કોંગ્રેસી મહિલા નેતા મેઘના પટેલ ફરીથી વિવાદમાં આવી છે. આ વખતે દારૂની જોની વોલ્કર, રેડ લેબલ બ્લેડેડ સ્કોચ વ્હીસ્કી 750 એમએલની 252 બોટલ બોલેરો ગાડીમાં ચોર ખાનું બનાવીને તેમાં સંતાડવામાં આવી હતી. પીપલોદ સોહમ સુડા આવાસ બિલ્ડીંગમાં બોલેરો ગાડી પોલીસે બાતમીને આધારે પકડી પાડી હતી.
- દારૂનો માલ સુડા આવાસમાં ખાલી કરવા માટે લલિતને જણાવ્યું
- પોલીસને બાતમી મળતા લલિતને માલ ઉતારતા રંગેહાથે પકડી પાડયો
- મેઘના પટેલની પણ પોલીસે ધરપકડ કરી
પોલીસે લલીતભાઇ જગદીશભાઇ બોરસલીવાલા (ઉ. વર્ષ 31, ધંધો કાર વોશીંગ રહેવાસી : માચીવાડ , નાનપુરા)ની ધરપકડ કરી હતી. આ ઉપરાંત કોંગ્રેસી નેતા મેઘના પટેલની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ઉમરા પોલીસે જણાવ્યાનુસાર તેઓને બાતમી મળી હતી કે સુડા આવાસમાં બોલેરો ગાડીમાં લાખ્ખો રૂપિયાનો દારૂ સંતાડેલો છે. દરમિયાન પોલીસ દ્વારા દરોડા કાર્યવાહી કરી તે દરમિયાન લલિત દ્વારા બોલેરોમાંથી ડીલીવરી ઉતારવામાં આવી રહી હતી. પોલીસે સ્થળ પર આવીને બોલેરો ગાડીમાંથી રેડ હેન્ડેડ દારૂની બોટલો પકડી લીધી હતી.
પોલીસે લલીતની સ્થળ પરથી ધરપકડ કરતા તેણે મેઘના પટેલના કહેવા પર આ દારૂની ડીલીવરી લેવા માટે મેઘના પટેલે જણાવ્યું હતુ. આ ઉપરાંત મેઘના પટેલના કહેવા પર તેણે આ દારૂ નિયત સ્થળે પહોચાડવાનો હતો. પોલીસ દ્વારા બોલેરો ગાડીની કિંમત સહિત કુલ દસ લાખની મત્તા સીઝ કરવામાં આવી હતી. પોલીસે 242 બોટલ જોની વોલકર રેડ લેબલ જેમાં એક બોટલની કિંમત 3000 રૂપિયા જેટલી થાય છે. કુલ 7.56 લાખની મતાનો દારૂ અને 3 લાખની મત્તાની બોલેરો ગાડી સીઝ કરવામાં આવી હતી.
અંકલેશ્વરના હવામહેલ પાસે ટ્રાવેલ્સ બસમાંથી વિદેશી દારૂ ઉતારનાર ચાર ઝડપાયા
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર શહેર બી-ડિવિઝન પોલીસ મથકનો (Police Station) સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન શ્રી ચામુંડા ટ્રાવેલ્સની લક્ઝરીમાં મહારાષ્ટ્રથી રાજસ્થાન વિદેશી દારૂ (Alcohol) લઈ જવાતો હોવાની માહિતી મળી હતી. જેના આધારે બી-ડિવિઝન પોલીસે નેશનલ હાઇવે નં.48 (Nation Highway) ઉપર આવેલા હવામહેલ ખાતે વોચ ગોઠવી હતી. દરમિયાન શ્રી ચામુંડા ટ્રાવેલ્સની લક્ઝરી બસ આવીને ઊભી રહી હતી અને તેમાંથી એક શખ્સ ઊતરીને બસના પાછળના ભાગે ડીકીમાં મૂકેલા થેલા ઉતારી ત્યાં આવી પહોંચેલી રિક્ષામાં મૂકતા સમયે પોલીસે તેને કોર્ડન કરી ઝડપી પાડ્યાં હતાં.
પોલીસે થેલાઓની તપાસ કરતાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ટ્રાવેલ્સ બસના રાજસ્થાનના ક્લીનર પપિયારામ પકારામ પંચાલ, અંકલેશ્વરના ચૌર્યાસી ભાગોળમાં રહેતા તુષાર નરેશ ગુજ્જર, રાહુલ પ્રકાશ ગુજ્જર અને આકાશ ટેનીયા વસાવાની ધરપકડ કરી હતી. એ સાથે પોલીસે રૂ.25 હજાર ઉપરાંતનો દારૂ અને રૂ.45 હજારના 3 નંગ મોબાઈલ તેમજ રૂ.1.50 લાખની રિક્ષા મળી કુલ રૂ.2.20 લાખનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.