SURAT

સુરતના 5 વર્ષના બાળકની અનોખી સિદ્ધી: ગીતાનો શ્લોક માત્ર 10.46 સેકન્ડમાં કડકડાટ બોલી રેકોર્ડ બનાવ્યો

સુરત: સંસ્કૃતના શ્લોક બોલતા ભલભલાની જીભ તોતડાઈ જતી હોય છે ત્યાં સુરતના એક 5 વર્ષ 5 મહિનાના બાળકે ભગવદ્દ ગીતાનો શ્લોક કડકડાટ બોલી વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે.

સુરતના ભટાર વિસ્તારમાં રવિ દર્શન સોસાયટીમાં રહેતા પટેલ પરિવારના પાંચ વર્ષના દીકરાએ ગીતાનો શ્લોક ‘યદા યદા હી ધર્મસ્ય’ 10.46 સેકન્ડમાં કડકડાટ બોલી વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવી અનોખી સિદ્ધી હાંસલ કરી છે.

દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં નોકરી કરતા દેવર્ષના માતા રિન્કલ પટેલ કહ્યું કે, ત્રણ વર્ષની ઉંમરથી દેવર્ષને ભક્તિ ગીતો, ભજન, મંત્રોમાં રસ રહ્યો છે. ઘરમાં ભજન વાગતા હોય ત્યારે તે સાંભળતો હતો. મોબાઈલમાં ક્યારે તે મંત્રો સાંભળતો અને શીખતો થયો તેની અમને જાણ પણ નહોતી. પરંતુ બાદમાં તે હનુમાન ચાલીસા, ગાયત્રી મંત્ર કડકડાટ બોલવા લાગ્યો ત્યારે અમને સુખદ આશ્ચર્ય થયું. મંત્રોચ્ચારની દેવર્ષે પોતે જ આદત પાડી. દેવર્ષના પિતાના કાપડના કારખાના છે. દેવર્ષની આ સિદ્ધીથી સમગ્ર પરિવાર ખુબ ખુશ છે.

Most Popular

To Top