SURAT

હવે સુરતીઓ બનશે યોગ ટ્રેનર : ગુજરાત યોગ બોર્ડ સાથે ચેમ્બર ઓફ કોમર્સનું સંયુક્ત અભિયાન

સુરત: ચેમ્બર (CHAMBER OF COMMERCE) અને ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (GUJARAT STATE YOGA BOARD)ના સંયુક્ત ઉપક્રમે સુરત અને દક્ષિણ ગુજરાતનો કોઈપણ નાગરિક આત્મનિર્ભર થઇ શકે તે હેતુથી યોગ ટ્રેનર (YOGA TRAINER) તૈયાર કરી લોકો યોગ તરફ વધુ ને વધુ આકર્ષિત થાય અને સ્વસ્થ જીવન જીવે તેવું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

આ અભિયાન અંતર્ગત યોગ ટ્રેનર બનવા માટેની તાલીમનો ઉપક્રમ તા. 15 ફેબ્રુઆરીથી તા.16 માર્ચ (કુલ 30 દિવસ) દરમિયાન સવારે 6 થી 8 (બે કલાક) સુધીના સમયગાળા દરમિયાન હાથ ધરવામાં આવશે. ટ્રેનિંગ સમાપ્ત થયા બાદ યોગ ટ્રેનર તરીકેનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે. પોતાના ઘર નજીકના કોઈપણ સ્થળ જેવા કે બિલ્ડિંગ, ટેરેસ (TERRACE), ગાર્ડન (GARDEN) કે સોસાયટી (SOCIETY)માં દરરોજ એક કલાક માટે યોગ ક્લાસ (YOGA CLASS) ચલાવનાર ટ્રેનરને ગુજરાત યોગ બોર્ડ તરફથી માનદ વેતન આપવામાં આવશે. વધુમાં વધુ બે યોગ ક્લાસ કોઈપણ ટ્રેનર લઇ શકશે. એક યોગ ક્લાસનું માનદ વેતન રૂપિયા ૩ હજાર આપવામાં આવશે. એટલે કે વધુમાં વધુ રૂપિયા 6 હજાર વેતન મળી શકશે.

ઓનલાઈન રજિસ્ટ્રેશન www.gsyb.in પર કરાવીને એપ્લિકેશન નંબર, પોતાનું નામ અને મોબાઈલ નંબર સમૃદ્ધિ, ચોથા માળે, મક્કાઈ પુલ, નાનપુરા, સુરત ખાતે લખાવી શકાશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે અપલોડ કરવા આધાર કાર્ડ, પગથી માથા સુધીનો આખો ફોટો તથા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) / માર્કશીટ (RESULT) / ડિગ્રી સર્ટિફિકેટ (DEGREE) (ત્રણમાંથી કોઈપણ એક) તેમજ અન્ય કોઈ યોગ સર્ટિફિકેટ હોય અથવા યોગ સંસ્થા સાથે જોડાયેલી હોય તો તેનું સર્ટિફિકેટ જેવા જરૂરી ડોક્યુમેન્ટ્‌સ મોબાઈલમાં ફોટા આપવો પડશે. જે લોકોને ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં સમજ નહીં પડે તેઓએ રજિસ્ટ્રેશન માટે વ્યક્તિગત સંપર્ક કરવા માટે નાનપુરા સ્થિત મક્કાઇ પુલની બાજુમાં આવેલી સમૃદ્ધિ બિલ્ડિંગમાં ચેમ્બરની ઓફિસનો સંપર્ક સાધવાનો રહેશે. વધુ માહિતી માટે 0261–2291111નો સવારે 11 થી સાંજે 6 કલાક દરમિયાન સંપર્ક (CONTACT) કરી શકાશે.

યોગ ટ્રેનિંગ માટેનાં સ્થળો નીચે મુજબ રહેશે.

1. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, સમૃદ્ધિ બિલ્ડિંગ, ભોંય તળિયે, મક્કાઈ પુલ પાસે, નાનપુરા, સુરત.
2. મહારાણા પ્રતાપ ઉદ્યાન, સી.એન.જી. પેટ્રોલ પંપની સામે, ચીકુવાડી પાસે, વરાછા રોડ, સુરત.
3. સુભાષનગરની વાડી, રાઈઝ ઓન પ્લાઝા પાસે, સરથાણા જકાતનાકા, વરાછા રોડ, સુરત.
4. લક્ષ્મીકાંતની વાડી, વડાલા સર્કલ, કતારગામ, સુરત.
5. મગોબ પ્રાઇમરી સ્કૂલ, ડી.જી. પોઈન્ટની સામે, પરવટ પાટિયા, પુણા, સુરત.
6. સુરત મહાનગરપાલિકા મેઝ ગાર્ડન, ઊમિયા બંગ્લોઝ પાસે, મેટ્રો મોલની પાછળ, અલથાણ–સરસાણા રોડ, સુરત.
7. જ્યોતિન્દ્ર દવે ગાર્ડન, સ્વિમિંગ પુલની પાસે, પ્રાઈમ આર્કેડ પાસે, અડાજણ, સુરત.
8. સુરત મહાનગરપાલિકા ડાયનોસોર પાર્ક, સ્વિમિંગ પુલ પાસે, મોતીબાગ ફાર્મ પાસે, મોટા વરાછા, સુરત.
9. સ્વામી વિવેકાનંદ ગાર્ડન, ભટાર, સુરત.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top