Charchapatra

સુરતીઓ  આરંભે શૂરા : છેલ્લી ઘડીએ કામ કરવાની ટેવ

ટ્રાફિક રુલ્સ પાળવામાં સુરતીઓએ જે તૈયારી બતાવી તે  પછી કેટલાંક સિગ્નલો પર ટ્રાફિક પોલીસ નથી હોતા ત્યાં  (કોઈ જોતું ન હોય તો) વાહનચાલકો ઝડપભેર આગળ નીકળી જતા જોવા મળે છે. ઘરેથી સમયસર નીકળી સમયસર પહોંચવાની નેમ રાખવાવાળા ને  આ ટ્રાફિક રુલ્સ સાથે ગોઠતું હોય એવું લાગતું નથી. બીજી ખાસિયત એ છે કે છેલ્લી ઘડીએ કામ કરવાની ટેવને લીધે આજે આઈટી રિટર્ન ભરવામાં 31 જુલાઈ છેલ્લી તારીખ હોવાથી દર વખતે જ ટાઇમ મેનેજમેન્ટ ન જાળવતાં તારીખ નજીક આવે એટલે રિટર્ન ભરવાનું કે સીએ પાસે રિટર્ન ભરાવવાનું કામ ચાલુ થતું હોવાથી ધસારો રહે છે(બધાં  એક જ સમયે કામ કરતાં હોવાથી)સર્વર કામ કરતું નથી. પાસવર્ડ મળતો નથી અને નિર્ધારિત સમયે કામ કરી શકાતું નથી.  ખબર જ હોય છે કે 31 જુલાઈ છેલ્લી તારીખ છે છતાં નિયત સમયે  આ કામ કરવાનું શરૂ કરી દેવાતું નથી. અગત્યનાં કામોમાં ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જ જરૂરી છે.
સુરત          વૈશાલી શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ગુજરાતમાં માનવ અધિકાર ભંગના વધતા બનાવો ચિંતાજનક
10 ડિસે. 1948ના રોજ યુનોએ માનવ અધિકારોની વૈશ્વિક ઘોષણા જાહેર કરેલ છે. આ ઘોષણાના વડતરમાં ડો. હંસા મહેતાની આગેવાનીમાં પ્રતિનિધિ મંડળે સન ફાંસિસ્કો ખાતેની બેઠકમાં અગ્ર ભૂમિકા ભજવી હતી અને ભારતે તે ઘોષણાનો સ્વીકાર કરી તેમાં સહી પણ કરેલ છે. તેના અનુસંધાને ભારત સરકારે માનવ અધિકાર સંરક્ષણ ધારો, 1993 પણ પસાર કરેલ છે. ગુજરાતમાં સદર કાનૂન હેઠળ માનવ અધિકાર આયોગની 15 વર્ષ પહેલાં રચના કરાયેલ છે.રાજ્યમાં 2022-23 દરમ્યાન માનવ અધિકાર ભંગની 2576 ફરિયાદો નોંધાઈ હતી. એપ્રિલ 2020થી ઓગસ્ટ 2023 દરમ્યાન 9272 ફરિયાદો રાજ્ય આયોગમાં નોંધાઈ હતી.

જ્યારે 2006થી ઓગસ્ટ 2023 સુધી માનવ અધિકાર ભંગની કુલ 48,919 ફરિયાદો નોંધાઈ છે. આ માત્ર સરકારી આંકડા છે. વાસ્તવમાં બનેલ બનાવો ધ્યાનમાં લઈએ તો આ આંકડો ઘણો મોટો થાય. અમુક લોકો કાનૂની કાર્યવાહી કરવામાં સંકોચ અનુભવાતા હોવાથી કેટલાક કિસ્સાઓ બહાર આવતા નથી.આવી તમામ ફરિયાદો વિષય પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવે છે. જેમાં કેદીઓ, બાળકો, મજૂરો, મહિલાઓ સાથે કોઈ વ્યક્તિ, સરકારી કે ખાનગી તંત્ર દ્વારા કરાતા શોષણ, ભેદભાવ અને અન્યાય આવરી લેવામાં આવે છે. તેમાં પર્યાવરણ, જાહેર આરોગ્ય, સ્ત્રી સન્માનને નુકસાન પહોંચાડતા તેમ જ જાતિ, જ્ઞાતિ, ધર્મ કે લિંગના આધારે કરાતા ભેદભાવના મુદ્દાઓ સામેલ હોય છે.
સુરત-અશ્વિનકુમાર ન. કારીઆ,  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top