SURAT

સુરતીઓ હવે માંગે છે હનીકોમ્બ અને કેન્ડીસ્ટિક જેવી ડિઝાઈનર ચોકલેટ્સ

ચોકલેટનું નામ સાંભળતા જ તેને ખાવા માટે મન લલચાય છે. કોઈને ખુશ કરવા, કોઈનો આભાર માનવા કે સોરી કહેવા પણ ચોકલેટ અપાય છે. એવું પણ કહેવાય છે કે ચોકલેટ ખાવામાં જેટલી ટેસ્ટી હોય છે તેટલી જ સ્વાસ્થ્ય માટે લાભકારક પણ હોય છે. ચોકલેટ ખાવા માટે કોઈ ખાસ કારણની જરૂર નથી. ગમે તેટલો મૂડ ખરાબ હોય પણ ચોકલેટ હાથમાં આવે તો ચહેરા પર સ્માઈલ આવી જાય છે. હવે તો ચોકલેટને અવનવી આકર્ષક ડિઝાઇનમાં બનાવાય છે. ચોકોબાર આઈસ્ક્રીમની જેમ સ્ટીકમાં પણ ચોકલેટ બનવા લાગી છે. બાળક, પ્રેમીઓ, ફ્રૂટ્સ લવર્સ માટે નોખી અનોખી ડિઝાઇનમાં ચોકલેટનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. બાળકની બર્થડે હોય ત્યારે કેક ઉપર ચોકલેટના લેયરની આકર્ષક ચોકલેટ ગરીબ બાળકોમાં વહેંચવાનો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે. ચોકલેટના બીજા કયા નવા ટ્રેન્ડ જોવા મળી રહ્યા છીએ ? તે આપણે આજે ચોકલેટ ડે પર જાણીએ.

ચોકો કેન્ડી બર્થડે પર વહેંચવામાં આવે છે
જ્યારે કોઈ આર્થિક રીતે સમૃદ્ધ ઘરના બાળકની બર્થડે હોય ત્યારે આવી અંદર કેકનું ફિલિંગ અને ઉપર ચોકલેટનું લેયર વાળી ચોકલેટ ગરીબ બાળકોમાં વહેંચવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ કસ્ટમાઇઝડ ચોકલેટ વેનીલા, ચોકલેટ, રેડ વેલ્વેટ ફ્લેવરમાં મળે છે.

મુખવાસ તરીકે ફલાવર ફોર્મમાં ગુલકંદ- પાન ફ્લેવરની ચોકલેટ પણ ટ્રેન્ડમાં: બિન્ની જૈન
છેલ્લા 10-12 વર્ષથી લોકોની ડીમાંડ પ્રમાણેની હોમ મેડ ચોકલેટ બનાવતા બિન્ની જૈનનું કહેવું છે કે, તહેવારોની મીઠાશ વધારવા માટે ચોકલેટ ગિફ્ટ હેમ્પરનું ચલણ વધ્યું છે. હવે લોકો ડિફરન્ટ ડિઝાઈનની ચોકલેટની ડીમાંડ કરવા લાગ્યા છે. મુખવાસ તરીકે ગુલકંદ અને પાન ફ્લેવરની ચોકલેટનું ચલણ પણ વધ્યું છે તે ફલાવર ફોમમાં બનાવાય છે.

હની કોમ્બની ડિઝાઇન છે ડિફરન્ટ
આ વ્હાઈટ ચોકલેટ છે જે હની કોમ્બ (મધપૂડા) ના ફોમમા હોય છે અને તેની પર ળુગર સ્પ્રિંકલ હોય છે. આ ચોકલેટ એકદમ ડિફરન્ટ ડિઝાઈનની છે. આ ખાસ તો બાળકો માટે બનાવવામાં આવી છે. યેલો પણ આ ચોકલેટ બનાવે ત્યારે રિયલ હની કોમ્બ જ લાગે.

ફ્રેશ ફ્રૂટ્સ ચોકલેટ નર્સરી અને પ્લે ગ્રુપના બાળકો માટે
કેટલાક નાના બાળકો ફ્રેશ ફ્રૂટ્સ અને ડ્રાય ફ્રૂટ્સ ખાવાના ચોર હોય છે. તેમના શરીરમાં હેલ્ધી ગણાતા ફ્રૂટ્સ ઇન્ટેક થાય તે માટે ફ્રેશ ફ્રૂટ્સની ચોકલેટનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

ડિઝાઈનર ચોકલેટ
આવી ચોકલેટ વેલેન્ટાઈન, એનિવર્સરી, લવ મેસેજ માટે છે. ચોકલેટ પર લિપ્સ રેડ વેલ્વેટ અને સ્ટ્રોબેરી ફ્લેવરના હોય છે. આ ચોકલેટ સ્પેશ્યલ ફીલિંગ્સ માટે ટ્રેન્ડમાં આવી છે.

Most Popular

To Top