સુરત : સરથાણા (Sarthana) ખાતે રહેતા રેતી-કપચીના ટ્રાન્સપોર્ટરને રોબોટ ઓટો ટ્રેડીંગ કંપનીમાં (Company) રોકાણના (Invest) નામે 15.50 લાખનું રોકાણ કરાવી 76 હજાર પરત આપી 14.74 લાખની છેતરપિંડીની ફરિયાદ સાયબર ક્રાઈમમાં નોંધાઈ હતી. સાયબર ક્રાઈમ પોલીસે () આ ગુનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધારે પુછપરછ હાથ ધરી હતી. પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓએ ફ્રિલાન્સર પાસેથી વેબસાઈટ બનાવડાવી બાદમાં કોલરો પાસે ફોન કરાવી શિકાર શોધતા હતા. લાલચમાં આવે તેની પાસે આંગડિયા મારફતે પૈસા પડાવી લેતા હતા.
- સરથાણામાં ટ્રાન્સપોર્ટર સાથે રોબોટ ઓટો ટ્રેડીંગ કંપનીમાં રોકાણના નામે છેતરપિંડી કરનાર ત્રણ પકડાયા
- ફ્રીલાન્સર પાસે વેબસાઈટ બનાવડાવી બાદમાં નેટવર્ક ઉભું કરી આંગડિયા મારફતે રૂપિયા લેતા હતા
- રોકાણના નામે 14.74 લાખની છેતરપિંડી કરનાર ધોરણ 11 ભણેલો યુવક માસ્ટર માઈન્ડ
- કોલરો પાસે ફોન કરાવી લાલચમાં આવે તેની પાસે આંગડિયા મારફતે પૈસા પડાવી લેતા
સરથાણા ખાતે ઓમ રેસીડેન્સીમાં રહેતા અને રેતી કપચીના ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા 36 વર્ષીય સંજયભાઈ ધીરૂભાઈ પોકળે સાયબર ક્રાઈમમાં 14.74 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ફોક્સોરેક્સ કંપનીમાંથી અમારી કંપની રોબોટ ઓટો ટ્રેડીંગ કરે છે તમે જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરશો તેનુ તમને મહિનાનુ 20 થી 25 ટકા પ્રમાણે રીટર્ન મળશે’ તેવું કહી 3.50 લાખ રોકાણ કરાવ્યું હતું. બાદમાં થોડુ વળતર આપી સંજયભાઈને 50 હજાર ડોલરનું રોકાણ કરાવ્યું હતું. કંપની 60 થી 80 ટકા ફાયદો કરાવશે તેવું કહીને અલગ અલગ આંગડિયા મારફતે 15.50 લાખ પડાવી લીધા હતા. જે પૈકી નફાના નામે 76 હજાર આપી બાકીના 14.74 લાખની છેતરપિંડી કરી હતી. સાયબર ક્રાઈમ પોલીસે રેહાન વારીસ અર્ષદ ખાન (ઉ.વ.22, રહે. સુરત), ઝદા શાહઝેબ ઝદા અહમંદ ઝદા તાજમીન શેખ (ઉ.વ.28, રહે.ઘોરાજી, જુનાગઢ) અને મોહમદ ઝાયેદ મોહમદ મેમણ (ઉ.વ.23, રહે.સુરત) ની ધરપકડ કરી હતી. ત્રણેય આરોપીઓ પાસેથી 5 મોબાઈલ ફોન અને 1 લેપટોપ મળી આવ્યાં હતાં. પોલીસની પુછપરછમાં રેહાન માસ્ટર માઈન્ડ નીકળ્યો હતો. રેહાન માત્ર ધોરણ 11 ભણેલો છે. તેને ફ્રિલાન્સર પાસેથી વેબસાઈટ બનાવડાવી બાદમાં કોલરો પાસે ફોન કરાવી શિકાર શોધતા હતા. લાલચમાં આવે તેની પાસે આંગડિયા મારફતે પૈસા પડાવી લેતા હતા.