સુરત: આમતો સુરત શહેરમાં એકંદરે મતદાનનો માહોલ સુસ્ત રહ્યો હતો પરંતુ કેટલાક વિસ્તારોમાં મતદાનને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને પહેલીવાર વોટિંગ કરનારા યંગસ્ટર્સ અને વૃદ્ધોમાં વધુ ઉત્સાહ દેખાયો હતો. બીજી તરફ વરાછા કતારગામ વિસ્તારમાં પણ સવારથી બપોર સુધી મતદાન માટે લાંબી લાઈનો લાગી હતી. કેટલાક ભાવુક કરી દે તેવા દૃશ્યો પણ જોવા મળ્યા હતા. મતદાનને પોતાની રાષ્ટ્રીય ફરજ સમજીને વિકલાંગો અને અશક્ત વૃદ્ધો તેમજ બીમાર વ્યક્તિઓ મતદાન કરવા પહોંચ્યા હતાં તો બીજી તરફ સાંસારિક જીવનમાં પ્રવેશ કરનાર વર-વધુએ પણ સાત ફેરા પહેલાં મતદાન કરવાનું મહત્વ વધુ સમજ્યું હતું. આવા જે કેટલાક ઉત્સાહના દૃશ્યો અહીં પ્રસ્તુત છે જેણે શહેરમાં મતદાનનાં ફીકા રંગમાં પણ નવરંગ પુરી દીધા હતાં.
વૃદ્ધોમાં દેખાયો ઉત્સાહ
મતદાન માટે વૃદ્ધોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ક્યાંક 98 વર્ષના દાદા તો ક્યાંક 106 વર્ષના માજી મતદાન કરવા પહોંચ્યા હતાં. તો બીજી તરફ દિવ્યાંગ વ્યક્તિઓએ પણ મતદાનને પ્રાથમિકતા આપી હતી. કતારગામ લલીતા ચોકડી પાસે રમણિક ભાઈ પાંડવ નામના 57 વર્ષીય દિવ્યાં વ્યક્તિએ મતદાન કર્યું હતું.
ઢોલ-નગારા સાથે પહોંચ્યા મતદાન કરવા
સુરતમાં સુરતી લાલાઓએ અનોખી રીતે મતદાન પર્વ ઉજવ્યો હતો. વોર્ડ નંબર 13 માં આવેલ એક સોસાયટીના લોકો ઢોલ-નગારા સાથે વોટિંગ કરવા નીકળ્યા હતાં. વિસ્તારમાં ઢોલ નગારા વગાડી લોકોને મત આપવા માટે અપીલ પણ કરી. તો બીજી તરફ નાનપુરામાં પણ એક ગ્રૂપ વાજતે ગાજતે મતદાન કરવા પહોંચ્યું હતું જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
પહેલાં વોટ પછી લગ્ન
શહેરમાં કેટલાક વિસ્તારો એવા હતાં જ્યાં વર-વધૂએ લગ્નના સાત ફેરા લેતા પહેલા વોટિંગ કરવાનું જરૂરી સમજ્યું હતું. શહેરના અમરોલી વિસ્તારમાં નિધી ઘેલાણી નામક યુવતી દુલ્હનનાં સોળે શ્રૃંગાર સજી મતદાન મથકે પહોંચી હતી. તો ડિંડોલીમાં એક જોડાએ લગ્ન મુર્હુત પહેલા મતદાન કરી જાગૃત નાગરિકની ફરજ નીભાવી હતી.
બપોરના સમયે મહિલાઓ વોટ કરવા નિકળી
સવારે ઘરની જવાબદારી અને કામકાજમાંથી પરવારીને મહિલાઓએ મતદાન અંગેની પોતાની જવાબદારી નિભાવી હતી. શહેરના વરાછા, ડિંડોલી, સેન્ટ્રલ ઝોન વગેરે વિસ્તારોમાં બપોરના સમયે મહિલાઓ વોટ કરવા નિકળી હતી.
પાટીદારોની બાઈક રેલી
વરાછા વિસ્તારમાં લોકોને મતદાન માટે જાગૃત કરવા પાટીદારો દ્વારા બાઈક રેલી કાઢવામાં આવી હતી. મોટા વરાછા , ગુંસાઈજી પ્રાથમિક શાળા પાસે પાટીદારો ની બાઇક રેલી નિકળી હતી. પાસના કાર્યકર્તાઓ પોલીંગ બૂથ પાસે પહોંચતા તેઓને પોલીસ શાંતિ પૂર્વક ત્યાંથી ખસેડ્યા હતાં.
લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગ ભૂલ્યાં
આ વખતનું મતદાન કોરોનાને કારણે ખાસ હતું. જેથી કરીને મતદાન મથકો પર મતદારોની સુરક્ષા અને આરોગ્ય માટે વિશેષ સુવિધાઓ રાખવામાં આવી હતી. હેંડ ગ્લોવ્ઝ, સેનેટાઈઝર, સ્ક્રીનિંગ વગેરે કરવામાં આવ્યું હતું. જોકે કેટલાક સ્થળોએ મતદાનો ઉત્સાહ એટલો વધારે હતો કે લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગ ભૂલી ગયા હતાં. કેટલાક વિસ્તારોમાં સવારે લોકોએ લાંબી લાઈનો લગાવી હતી જેમાં ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો.
ક્યારે કેટલું મતદાન?
- સવારે 10 વાગ્યા સુધી સરેરાશ મતદાન
- અમદાવાદ 9%
- રાજકોટ 11%
- સુરત 9%
- વડોદરા 10%
- ભાવનગર 9%
- જામનગર 10%
- સવારે 11 વાગ્યા સુધી સરેરાશ મતદાન
- અમદાવાદ 18%
- રાજકોટ 17%
- સુરત 18%
- વડોદરા 19%
- ભાવનગર 20%
- જામનગર 19%
- 12 વાગ્યા સુધી સરેરાશ મતદાન
- અમદાવાદ 11.40%
- રાજકોટ 14.76%
- સુરત 13.73%
- વડોદરા 13.16%
- ભાવનગર 13.49%
- જામનગર 15.45%
- 1 વાગ્યા સુધી સરેરાશ મતદાન
- અમદાવાદ 11.40%
- રાજકોટ 15.86%
- સુરત 14.25%
- વડોદરા 13.70%
- ભાવનગર 15.13%
- જામનગર 15.45%
- 2 વાગ્યા સુધી સરેરાશ મતદાન
- અમદાવાદ 18.58%
- રાજકોટ 22.70%
- સુરત 23.58%
- વડોદરા 23.47%
- ભાવનગર 23.91%
- જામનગર 28.05%
- 3 વાગ્યા સુધી સરેરાશ મતદાનઅમદાવાદ 20.34%
- રાજકોટ 24.94%
- સુરત 24.70%
- વડોદરા 25.43%
- ભાવનગર 29.90%
- જામનગર 28.05%
- 4 વાગ્યા સુધી સરેરાશ મતદાન
- અમદાવાદ 30.34%
- રાજકોટ 30.58%
- સુરત 33.63%
- વડોદરા 33.45%
- ભાવનગર 32.70%
- જામનગર 38.75%
- 5 વાગ્યા સુધી સરેરાશ મતદાન
- અમદાવાદ 30.49%
- રાજકોટ 37.10%
- સુરત 34.96%
- વડોદરા 34.87%
- ભાવનગર 38.57%
- જામનગર 38.75%