સુરતઃ (Surat) વેસુ પોલીસની (Police) ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે વીઆઈપી (VIP) હાઈટ સ્ટ્રીટના પહેલા માળે અરમાની સ્પા (Spa) નામની દુકાનમાં કુટણખાનું ચાલતુ હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે સ્પામાં રેઇડ (Raid) કરી હતી. જ્યાં સ્પાની આડમાં કુટણખાનું ઝડપાયું હતું.
- વેસુ હાઈટ સ્ટ્રીટમાં અરમાની સ્પાની આડમાં કુટણખાનુ ઝડપાયું
- મહિલા સંચાલીકા ગ્રાહકો પાસેથી મસાજના ૧૦૦૦ અને શરીરસુખ માણવાના ૧૦૦૦ રૂપિયા લેતી હતી
પોલીસે સ્પામાં રેડ કરતા દરવાજાની બહાર એક મહીલા ઉભી હતી. અંદર ૩ કેબીન બનાવી હતી. અંદર મળી આવેલી મહિલાને સંચાલક બાબતે પુછતા સ્પાના સંચાલક પરવીન ઉર્ફે કાજલ અમઝદખાન શરીફખાન (રહે, ૨૦૨ અમ્રુત કોર્પોરેશન એપાર્ટમેન્ટ વેકન્ઝા બંગ્લોઝની સામે પીપલોદ જકાતનાકાની પાસે ઉમરા) હોવાનું જણાવ્યું હતું. મહિલા સંચાલીકા ગ્રાહકો પાસેથી મસાજના ૧૦૦૦ અને શરીરસુખ માણવાના ૧૦૦૦ રૂપિયા લેતી હતી. અને લલનાઓને ૫૦૦ રૂપિયા આપતી હતી. પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
ચોરી કરવા ઉમિયા માતાના મંદિરમાં પ્રવેશી વોચમેનની હત્યા કરનાર બે ચોર ઝડપાયા
સુરત : પાંડેસરા ખાતે ઉમિયા માતાના મંદિરમાં ચોરી કરવા પ્રવેશી વોચમેનની હત્યા કરનાર બે આરોપીઓને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યા હતા. પાંડેસરા અમીઝરા રેસીડેન્સી પાસે ઉમિયા માતાના મંદિરમાં ગત 4 માર્ચે રાત્રે ચોરીના ઇરાદે પ્રવેશ કરી અજાણ્યાઓએ મંદિરની દાનપેટી તોડી તેમાંથી આશરે 2 હજાર રોકડની ચોરી કરી હતી. દરમ્યાન મંદિર પર ફરજ પર હાજર વોચમેન રમાશંકર યાદવે આ ચોરોને ચોરી કરતા અટકાવવા પ્રયાસ કર્યા હતા. જેથી અજાણ્યાઓએ વોચમેન રમાશંકર યાદવને મોઢાના તથા માથાના ભાગે કોઇ રીતે ગંભીર ઇજાઓ પહોચાડી ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત વોચમેન રમાશંકર યાદવને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
જ્યાં સારવાર દરમિયાન તેનું બે દિવસ બાદ મોત થયું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે.કામળીયા અમે તેમની ટીમે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. તેમની ટીમે બનાવ સ્થળ આજુ બાજુમાં લગાડેલા સી.સી.ટી.વી. કેમેરા ચેક કરી આરોપીઓની ભાળ મેળવવા પ્રયાસ કર્યો હતો. દરમિયાન આરોપી રામજીત રામપ્રસાદ નિશાદ (ઉ.વ.૨૯, રહે. જયઅંબેનગર બમરોલી રોડ પાડેસરા) અને એક બાળકિશોરની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ચોરીના 2 હજાર કબજે કરાયા હતા. આરોપીઓએ હોળીનો તહેવાર સામે હોવાથી વાપરવાના પૈસા માટે ચોરી કરી હતી. હાલમાં ઉમિયા માતાનો રથ યાત્રા નીકળી હતી. જેમાં સારૂ દાન આવ્યું હશે એમ વિચારીને તેઓએ મંદિરમાં ચોરી કરી હતી.