SURAT

વેસુના જૈન ઉપાશ્રયમાં આચાર્યજીના જન્મ દિવસની ઉજવણીમાં મહિલાઓના સોનાના અછોડા તૂટ્યા

સુરત: સુરત (Surat) વેસુના (Vesu) એક જૈન ઉપાશ્રયમાં આચાર્યજીના જન્મ દિવસની ઉજવણીમાં ભાગ લેનાર મહિલાઓની ભીડમાંથી કેટલીક મહિલાઓનો સોનાનો અછોડા ચોરાતા ચર્ચાનો વિષય બન્યો હતો. એટલું જ નહીં પણ શંકાસ્પદ અછોડા તોડી મહિલાઓ CCTV માં કેદ થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે. જૈન ઉપાશ્રયના ભક્તોએ કહ્યું હતું કે ભીડનો લાભ લઇ બે મહિલાઓ સોનાના અછોડા તોડવામાં સફળ થઈ હોવાનું અને ઉપાશ્રય બહારથી જ રીક્ષામાં બેસી ભાગી જતી CCTV કેમેરામાં કેદ થાય છે.

  • જન્મ દિવસની ઉજવણીમાં 6-7 મહિલાઓના સોનાના અછોડા તૂટ્યા
  • CCTVમાં શંકાસ્પદ મહિલાઓ કેદ થઇ

જૈન અગ્રણીએ જણાવ્યું હતું કે ઘટના ગુરુવાર બપોરની છે. આચર્યજીના જન્મ દિવસની ઉજવણીમાં અનેક મહિલાઓએ ભાગ લઈ આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ પ્રભાવના રૂપી રકમ આપવા માટે લાઈન લાગી હતી. એ દરમિયાન શંકાસ્પદ મહિલાઓએ લગભગ 4-6 મહિલાઓના ગળામાંથી સોનાના આછોડા તોડયા હતા. જોકે ઘટનાની જાણ મોડેથી થતા CCTV ચેક કરાયા હતા. જેમાં બે મહિલા એક સાડી અને બીજી ડ્રેસ પહેરી ને આવેલી મહિલાઓએ જૈન અગ્રણી મહિલાઓના ગળામાં હાથ ફેરો કરો લાખો ની ચોરી કરવામાં સફળ રહી હતી.

વધુમાં જણાવ્યું હતું કે શંકાસ્પદ બન્ને મહિલાઓ અપ તું ડેટ તૈયાર થઈ ને આવતા કોઈ ને શકા પણ ગઈ ન હતી. આ બન્ને મહિલાઓએ ખેલ પાડયા બાદ ઉપાશ્રય બહારથી જ રીક્ષા માં બેસી ભાગી ગઈ હતી. વેસુના આ જૈન ઉપાશ્રયમાં લગભગ 56 CCTV કેમેરા તૈનાત કરાયા છે. 4-6 મહિલાઓની ઓછામાં ઓછી દોઢ તોલા થી લઈ 3 તોલા સુધીના સોનાના આછોડા તૂટયા હોવાનું ઉપરા ઉપરી ખબર પડી છે. લગભગ 8-10 તોલાના સોનાના આછોડા ની ચોરી થઈ હોય એમ કહી શકાય છે. પોલીસે લગભગ આ ચોર મહિલાઓ નું પગેરું પણ શોધી કાઢ્યું છે. જોકે તપાસ ચાલી રહી છે. હાલ ફરિયાદ મૌખિક લેવાય હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top