સુરત: વેસુમાં રાહુલ રાજ મોલ નજીક રવિવારે બાઇક અકસ્માતની ઘટની બની હોવાનું સામે આવ્યું છે. જેમાં બુલેટે બાઇક ને અડફેટે લેતા બાઇક સવાર ત્રણ પૈકી એકનું મોત નીપજ્યું હતું. જ્યારે બે ને ગંભીર ઇજા થતાં ઓપરેશનમાં લેવા પડે એની ફરજ પડી હતી. મિત્રોએ જણાવ્યું હતું કે ઘટના રવિવારની બપોરની હતી. અકસ્માત બાદ ત્રણેયને સિવિલ લવાયા હતા. જ્યાં એકને મૃત જાહેર કરવામાં આવ્યું હતું. ઉમરા પોલીસે વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.
પરિવારે જણાવ્યું હતું કે વિકી ભરતભાઇ બારોટ (ઉ.વ.32) પીપલોડ SMC આવાસનો રહેવાસી હતો. પરિવારમાં એક ભાઈ અને માતા-પિતાનો આર્થિક સહારો હતો. કાર સર્વિસ સ્ટેશનમાં કામ કરી વિકી ઘર ચલાવતો હતો. ઘટના રવિવાર ની બપોર છે. વિકી મિત્રો ભરત અને બોક્સર નામના યુવક સાથે બાઇક પર ફરવા નીકળ્યો હતો. ત્યારે અકસ્માત થયો હતો.
વધુમાં જણાવ્યું હતું કે, અકસ્માત રાહુલ રાજ મોલ સામે જ થયો હતો. બુલેટ-350 એ બાઇક સવાર ત્રણેય મિત્રોને અડફેટે લેતા ત્રણેય ને ગંભીર ઇજા થઇ હતી. અકસ્માત બાદ ત્રણેય ને સારવાર માટે સિવિલ ખસેડાયા હતા. જ્યાં વિકી નું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. જ્યારે ભરત અને બોક્સર ને ગંભીર ઇજાને લઈ ખાનગી હોસ્પિટલ માં ખસેડાતા ઓપરેશનમાં લેવાયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ આખા કેસમાં ઉમરા પોલીસ તપાસ કરી રહી છે.