સુરતના ન્યુ નોર્થ ઝોન વિસ્તારમાં 2 અને 3 ફેબ્રુઆરીએ પાણી નહીં મળે, આટલા લાખ લોકોને અસર થશે

સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાના ન્યુ નોર્થ ઝોન તરીકે ઓળખાતા મોટા વરાછા (Varachha), ઉત્રાણ કોસાડ, અમરોલી, છાપરાભાઠા, વરીયાવ વગેરે વિસ્તારમાં અને કતારગામ (Katargam) ઝોન વિસ્તારમાં બુધવાર અને ગુરૂવારે ટ્રાન્સમીશન લાઇન બદલાવાની હોવાથી પાણી પુરવઠરો અવરોધાય તેવી શકયતા હોવાથી મનપા દ્વારા આગોતરી વ્યવસ્થા કરી લેવા આ વિસ્તારના લોકોને અપીલ કરવામાં આવી છે.

  • મોટા વરાછા, કોસાડ, ઉત્રાણ, છાપરાભાઠા અને અમરોલીમાં આગામી બે દિવસ પાણી કાપ : પાંચ લાખને અસર થશે
  • નવા વિસ્તારમાં પાણી પુરવઠાની કામગીરી માટે પાણીની લાઈન નાંખવાની કામગીરી કરવાની હોવાથી પુરવઠો અટવાશે
  • આ વિસ્તારમાં રોજ 122 એમએલડી પાણી વિતરણ થાય છે

વિસ્તૃત વિગત મુજબ સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ નદી પારના ન્યુ નોર્થ ઝોન તરીકે ઓળખાતા વિસ્તાર પૈકી મોટા વરાછા, નવા કોસાડ, ઉત્રાણ, કોસાડ, છાપરાભાઠા, અમરોલી અને વરિયાવ વિગેરે વિસ્તારમાં નવા કોસાડ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનની મુખ્ય નળીકાઓ સાથે કતારગામની હયાત નળીકાને જોડવાની કામગીરી કરવામાં આવશે. તથા વરિયાવ ખાતે પણ પાણીની નળીકા જોડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી બુધવાર 2 ફેબ્રુઆરી અને ગુરૃવાર 3 ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. જેના કાણે નવા કતારગામ ઝોન વિસ્તારમાં આવેલા મોટા વરાછા, નવા કોસાડ, ઉત્રાણ, કોસાડ, છાપરાભાઠા, અમરોલી અને વરિયાવ જેવા વિસ્તારોમાં પાણી પુરવઠો મળશે નહીં અથવા ઓછા દબાણથી મળી શકે છે. આ વિસ્તારમાં રોજ 122 એમએલડી જેટલુ પાણી આપવામાં આવે છે. તેમજ આ પાણી કાપથી 5 લાખ લોકોને અસર થશે.

Most Popular

To Top