SURAT

સુરતનાં વરાછા મીની બજારમાં હીરાના કારખાનાનો છજાનો ભાગ ધરાશાયી થતા 30 વાહનો દબાયા

સુરત: સુરતમાં છેલ્લા બે દિવસહી વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદ વચ્ચે સુરતનાં વરાછા વિસ્તારમાં આવેલા મીની બજારમાં હીરાના કારખાનાનો છજાનો ભાગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. છજાનો ભાગ ધરાશાયી થતા તેની નીચે 30 જેટલા વાહનો દબાઈ જતા ભારે નુકશાન છે. બનાવણી જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી ફાયરના કાફલાએ ઘટના સ્થળે પહોંચીને કાટમાળ હટાવવાની કામગીરી શરુ કરી હતી. જો કે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થવા પામી ન હતી.

છજાનો ભાગ સીધો જ પાર્ક વાહનો પર પડ્યો
સુરતના વરાછા મિનીબજાર સ્થિત શ્રેયસ ડાયમંડ બિલ્ડીંગમાં છજાનો ભાગ ધરાશાયી થઈ ગયો હતો. જેના પગલે લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો. છજાનો ભાગ સીધો જ નીચે પાર્ક વાહનો પર પડ્યો હતો. જેથી બિલ્ડીંગ નીચે પાર્ક કરેલા 30 વાહનો દબાઈ ગયા હતા અને ભારે નુકશાન થયું હતું. સદનસીબે આ ઘટના બની તે સમયે બિલ્ડીંગ નીચે કોઈ હાજર ન હતું. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટના બાદ સ્થાનિક રહીશો તેમજ રત્નકલાકારો બહાર દોડી આવ્યા હતા. તેમજ બનાવ અંગેની જાણ ફાયર વિભાગને કરી હતી. જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા અહી કાટમાળ ખસેડવાની કામગીરી કરી હતી. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, ફાયર વિભાગને જાણ થતા અહી આવી તપાસ કરી હતી. અહીં 30 વાહનો દબાઈ ગયા હતા. અહીં કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. અને આ અંગે મનપાનાં અધિકારીઓને જાણ કરવામાં આવી છે.

અડાજણમાં ઝાડ પડી જતા 8 વાહનો દબાયા
સુરતમાં ભારે વરસાદ વચ્ચે અડાજણમાં એક વિશાળ વૃક્ષ પડી ગયું હતું. ભારે પવન અને વરસાદ વચ્ચે વૃક્ષ ધરાશાયી થતા ૭ થી ૮ વાહનો દબાઈ ગયા હતા. જો કે અ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઇ નથી. સુરતનાં અડાજણ તારવાડી વિસ્તારમાં

Most Popular

To Top