સુરત: (Surat) વરાછા વિસ્તારમાં હેડ વોટર વર્કસ વરાછા (Varacha) ખાતે આવેલી જુદી જુદી ભુગર્ભ ટાંકીને જોડતી લાઈનમાં બંધ પ્લેટ મારવાની અગત્યની કામગીરી બુધવારે તા. 03-03-2021 ના દિવસે સવારે 8 થી બપોરે 3 વાગ્યા કલાક દરમિયાન હાથ ધરવામાં આવશે. જેથી હેડ વોટર વર્કસ (વરાછા) ખાતેથી તા. 03-03 બુધવારના દિવસે વરાછા વિસ્તારમાં બપોરના સમયે પાણી પુરવઠો (Water Supply) સંપૂર્ણ બંધ રાખવામાં આવશે. જેની સીધી અસર અશ્વિનીકુમાર, ફુલપાડા, લંબે હનુમાન રોડ, ઉમરવાડા, નાના વરાછા, કરંજ તેમજ કાપોદ્રા વિસ્તારમાં થશે.
આ વિસ્તારોમાં બપોરના સમયે વિભાગીય ધોરણે અપાતો પાણી પુરવઠો બંધ રહેશે તેમ મનપા દ્વારા જણાવાયું છે. જેની જાહેર જનતાએ તકેદારીપૂર્વક નોંધ લઈ જરૂરીયાત મુજબનો પાણી પુરવઠો અગાઉથી મેળવી સંગ્રહ કરી તેનો બચત પૂર્વક ઉપયોગ કરવા મનપાએ અપીલ કરી છે. કામગીરી પૂર્ણ થતા જ પાણી પુરવઠો રાબેતા મુજબ આપવામાં આવશે. આ પાણીની લાઈનની કામગીરીને લઈ વરાછાની અંદાજીત 5 લાખ જેટલી વસતીને અસર થશે.