સુરત: (Surat) યાત્રીઓની (Passengers) માંગણીને ધ્યાને લેતા પશ્વિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ-જબલપુર વચ્ચે દોડતી સ્પેશ્યલ ટ્રેનના ફેરા વધારવામાં આવ્યા છે. ટ્રેન નંબર 02133-02134 બાંદ્રા ટર્મિનસ-જબલપુર સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેનના (Special Train) ફેરા વિશેષ ટિકીટ ભાડા સાથે સમયમાં ફેરફાર કરીને દોડાવવાનો પશ્વિમ રેલવે (Western Railway) દ્વારા નિર્ણય લેવાયો છે. અઠવાડીયામાં દર શુક્રવારે અને શનિવારે આ ટ્રેન બંને દિશામાં ચલાવવામાં આવશે.
- સુરત, વાપી, વડોદરા, બોરીવલી, રતલામ, ઉજ્જૈન, સહિતના સ્ટેશનો ઉપર સુપરફાસ્ટને સ્ટોપેજ
- બાંદ્રા ટર્મિનસ-જબલપુર વચ્ચેની સુપરફાસ્ટ ટ્રેનોના ફેરા વધારવા સાથે સમયમાં ફેરફાર
બાંદ્રા ટર્મિનસ-જબલપુર સુપરફાસ્ટ બાંદ્રા ટર્મિનસથી સાંજે સવા પાંચ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 15.10 કલાકે જબલપુર પહોંચશે. તેમજ 8 ઓક્ટબરથી 1 એપ્રિલ 2023 સુધી દર શનિવારે આ દિશામાં દોડશે. તેમજ જબલપુર-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ જબલપુરથી સાંજે 5 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બાંદ્રા ટર્મિનસ બપોરે 14.10 કલાકે પહોંચશે. આજ ટ્રેન 7 ઓક્ટોબર 2022થી 31 માર્ચ 2023 સઉધી દર શુક્રવારે ચાલશે.
પશ્ચિમ રેલવે દ્વારા ગત વર્ષ કરતા આ વર્ષે રેકોર્ડ બ્રેક દંડ વસૂલ્યો
સુરત: ટિકીટ વગર મુસાફરી કરનારા મુસાફરોને પકડવા માટે પશ્વિમ રેલવે દ્વારા એપ્રિલ 2022થી ઓગષ્ટ 2022 વચ્ચે સદ્યન ટિકીટ ચેકીંગ અભ્યાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વગર ટિકીટ મુસાફરી કરનારાઓ પાસેથી કુલ 87.18 કરોડ વસૂલવામાં આવ્યા હતા. વગર ટિકીટે મુસાફરી કરનારા તેમજ ઓવરલોડ સામાનનું બુકીંગ કર્યા વગર તેનું ટ્રેનમાં વહન કરનારાઓ વિરૂધ્ધ વેસ્ટન રેલવે દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. વેસ્ટર્ન રેલવે દ્વારા હાથ ધરાયેલા અભિયાનમાં ગત વર્ષ કરતા આ વર્ષે 384 ટકા વધુ દંડની રકમ વસુલ કરવામાં આવી હતી. પશ્વિમ રેલવે દ્વારા મુસાફરોને ટિકીટ સાથે જ મુસાફરી કરવાની અપીલ કરવામાં આવી છે.
રેલવેના વસઇ રોડ અને ભાયંદર સ્ટેશન વચ્ચે 11 સપ્ટેમ્બરે જમ્બો બ્લોક અપાશે
સુરત: પશ્વિમ રેલવે દ્વારા સિગ્નલિંગ સહિતની કામગીરીને કારણે વસઇ રોડ અને ભાયંદર રેલવે સ્ટેશન વચ્ચે 11 સપ્ટેમ્બરની રાત્રે પોણા એક વાગ્યાથી મળસ્કે સવા ચાર વાગ્યા સુધી બ્લોક રાખવામાં આવ્યો છે. પશ્વિમ રેલવે દ્વારા 11 સપ્ટેમ્બરે દિવસના સમયે વસઇ રોડ અને ભાયંદર રેલવે સ્ટેશન વચ્ચે બ્લોક રખાયો નથી. રવિવારે રાત્રિના 00.45 થી સવારે 4.15 કલાકે બ્લોક રાખવામાં આવ્યો છે. આ જમ્બો બ્લોકમાં વેસ્ટર્ન રેલવે દ્વારા સિગ્નલિંગ સહિતની કામગીરી પુર્ણ કરવામાં આવશે.