સુરત: (Surat) સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મંગળવારે વધુ 20 પોલીસ કર્મચારીઓને કોરોના વેક્સિનની આડ અસર જોવા મળી હતી. તેઓને સારવાર આપીને રજા આપવામાં આવી હોવાની વિગતો સાંપડી છે. નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે, શહેરમાં કોરોનાની સ્વદેશી વેક્સિન (Vaccine) આપવામાં આવ્યા બાદ 40થી વધુ લોકોને આડ અસર થઇ ચૂકી છે. જેમાં સોમવારે પોલીસ (Police) વિભાગમાં ફરજ બજાવતી 20થી વધુ મહિલા પોલીસ કર્મીને તાવ આવવાની સાથે માથું દુ:ખવું અને ખાંસી થઈ હતી. જેને કારણે તેમને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિ.માં સારવાર આપવામાં આવી હતી. તેઓને પેરાસિટામોલ સહિતની ટેબલેટ આપવામાં આવી હતી. બીજી તરફ સુરત જિલ્લામાં 454 જેટલા કર્મચારીઓ પૈકી 312 કર્મચારીઓને વેક્સિન મુકવામાં આવી હતી. સુરત જિલ્લામાં વેક્સિનેશન દરમ્યાન આજ સુધીમાં કોઈને સાઈડ ઈફેક્ટ થઈ નથી.
મંગળવારે પણ અન્ય 20 પોલીસ કર્મચારીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મંગળવારે પુરુષ કર્મચારીઓને શરૂઆતમાં જ પેરાસિટામોલ આપીને બે કલાકની સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હોવાની વિગતો સાંપડી છે. કોરોનાથી આડ અસર થતા લોકો માટે હવે અલગથી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. શહેરમાં કોરોનાની સ્વદેશી વેક્સિન (Vaccine) આપવામાં આવ્યા બાદ 40થી વધુ લોકોને આડ અસર થઇ ચૂકી છે.
5મી ફેબ્રુઆરી સુધીમાં સુરત જિલ્લામાં આરોગ્ય અને આઈસીડીએસના કર્મચારીઓને રસીની કામગીરી પુરી કરી દેવામાં આવશે
સુરત: સુરત જિલ્લામાં દરેક તાલુકાઓમાં આરોગ્ય અને આઈ.સી.ડી.એસ ખાતાના અધિકારી કર્મચારીઓને કોરોનાની રસી મુકવામાં આવી હતી. સુરત જિલ્લામાં સરકાર દ્વારા કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવનાર સુરત જિલ્લા પંચાયતના દરેક તાલુકાઓમાં આરોગ્ય અને આઈ.સી.ડી.એસ ખાતાના અધિકારી-કર્મચારીઓને કોરોનાની આપવાનું આયોજન કલેકટર ડો.ધવલ પટેલ અને ડીડીઓ હિતેષ કોયા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં જેમાં મેડિકલ ઓફિસર, આરોગ્ય સુપરવાઈઝર-કર્મચારીઓ, લેબ ટેક્નીશિયન, ફાર્માસીસ્ટ ઉપરાંત સ્ટાફ નર્સ અને આરોગ્યનાં વિવિધ કેડરના કર્મચારીઓ અને આશા વર્કરો સહિત કર્મચારીઓને કોરોના રસી મુકવામાં આવી હતી.
રસીકરણમાં સુરત જિલ્લામાં 454 જેટલા કર્મચારીઓ પૈકી 312 કર્મચારીઓને વેક્સિન મુકવામાં આવી હતી. આગામી તા.5મી ફેબ્રુ. સુધીમાં સુરત જિલ્લા પંચાયતમાં આરોગ્ય વિભાગ અને આઈ.સી.ડી.એસ. વિભાગના કર્મચારીઓને ૧૦૦ ટકા રસી આપવાની કામગીરી પુરી કરી દેવામાં આવશે. સુરત જિલ્લામાં વેક્સિનેશન દરમ્યાન આજ સુધીમાં કોઈને સાઈડ ઈફેક્ટ થઈ નથી.