SURAT

સુરતમાં ત્રણ જ દિવસમાં સવા લાખ લોકોએ વેક્સિન મુકાવી દીધી

સુરત: (Surat) દેશભરમાં મહાવેક્સિનેશન અભિયાનની શરૂઆત 21 જૂનથી થઈ ચૂકી છે. વેક્સિન મુકાવવા માટે હવે ઓનલાઈન રજિસ્ટ્રેશનની જરૂર રહી નથી. લોકો સીધા વેક્સિનેશન સેન્ટરો (Vaccination Center) પર જઈ રજિસ્ટ્રેશન (Registration) કરાવી વેક્સિન મુકાવી રહ્યા છે. જેના પગલે હવે પ્રતિદિન વેક્સિન (Vaccine) મુકાવનારાઓની સંખ્યા પણ વધી છે. સુરત શહેરમાં માત્ર ત્રણ જ દિવસમાં 1,24,105 લોકોએ વેક્સિન મુકાવી લીધી છે.

સુરતવાસીઓમાં વેક્સિન પ્રત્યે વધુ જાગૃતિ જોવા મળી રહી છે. કારણ કે, 21મી જૂનથી મનપા દ્વારા વેક્સિન સેન્ટરો વધારી દેવાયાં છે. વેક્સિનનો સ્ટોક પણ વધુ પ્રમાણમાં છે. અને હવે સહેલાઈથી વેક્સિન સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરી ઉપલબ્ધ થઈ જાય છે. શહેરીજનોમાં પણ વેક્સિન અંગે જાગૃતતા જોવા મળી રહી છે જેને કારણે પણ વેક્સિન લેનારાઓની સંખ્યા વધી છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં કુલ 45,951 લોકોએ વેક્સિનેશનનો લાભ લીધો હતો.

કોરોના સંક્રમણને નાથવા માટે વેક્સિન જ એકમાત્ર ઉપાય છે. જેઓ વેક્સિન મુકાવી રહ્યા છે, તે પૈકીના ઘણા ઓછા લોકો સંક્રમિત થઈ રહ્યા છે. જેની ટકાવારી નહીંવત પ્રમાણમાં છે. જે માટે હવે લોકો પણ જાગૃત થઈ રહ્યા છે. શહેરમાં છેલ્લા ત્રણ જ દિવસમાં કુલ 1,24,105 લોકોએ વેક્સિન મુકાવી હતી. હાલમાં શહેરમાં કુલ 230 વેક્સિનેશન સેન્ટર્સ પરથી ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરાવી વેક્સિન આપવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જો આ જ ગતિથી વેક્સિનેશન ચાલતું રહે તો 15મી ઓગસ્ટ સુધીમાં શહેરમાં તમામ પુખ્ત વયના લોકોને વેક્સિન મુકાઇ જાય.

કયા ઝોનમાં કેટલા લોકોએ વેક્સિન મુકાવી

  • ઝોન વેક્સિનેશન
  • સેન્ટ્રલ 4525
  • વરાછા-એ 7244
  • વરાછા-બી 5598
  • રાંદેર 6744
  • કતારામ 6110
  • લિંબાયત 4866
  • ઉધના 5919
  • અઠવા 4945

શહેરમાં કોરોનાના કેસ એકદમ ઘટી ગયા

સુરત: શહેરમાં કોરોનાનું સંક્રમણ ધીરે ધીરે ઘટી રહ્યું છે. છેલ્લા બે દિવસથી પોઝિટિવ દર્દીઓની સંખ્યા 20થી નીચે નોંધાઈ હતી. પરંતુ છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 20 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. તેમજ રિકવરી રેટ સતત ઊંચો જઈ રહ્યો છે. વધુમાં હવે શહેરમાં મહાવેક્સિન અભિયાનની શરૂઆત થઈ ગઇ છે. કોવિડથી ઘણા લોકો સુરક્ષાકવચ મેળવી લેશે. જેથી સંક્રમણની ચેઈન ઝડપથી તૂટશે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 20 પોઝિટિવ દર્દી નોંધાયા હતા અને કુલ આંક 111086 પર પહોંચ્યો છે. તેમજ વધુ 40 દર્દી ડિસ્ચાર્જ થવાની સાથે અત્યાર સુધીમાં કુલ આંક 108587 પર પહોંચ્યો છે અને રિકવરી રેટ વધીને 97.75 ટકા પર પહોંચ્યો છે.

કયા ઝોનમાં કેટલા કેસ

  • ઝોન કેસ
  • રાંદેર 06
  • વરાછા-એ 04
  • અઠવા 04
  • કતારગામ 02
  • સેન્ટ્રલ 01
  • વરાછા-બી 01
  • લિંબાયત 01
  • ઉધના 01

Most Popular

To Top