SURAT

સુરતમાં રસીકરણ મામલે આ ઝોન સૌથી આગળ, 1,59,524 લોકોએ વેક્સિન લીધી

સુરત: (Surat) કોરોનાના વધી રહેલા સંક્રમણ પર લગામ લગાવવા સુરત મહાનગરપાલિકાએ રસીકરણની (Vaccination) ઝુંબેશને યુદ્ધના ધોરણે વેગવાન બનાવી છે. સુરત શહેરમાં અઠવા ઝોન ૧,૫૯,૫૨૪ લોકોના રસીકરણ સાથે અગ્રેસર રહ્યો છે. શહેરમાં કુલ ૮,૭૬,૦૨૧ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે, જેમાં ૭,૦૯,૯૦૯ લોકોને પ્રથમ ડોઝ (Dose) અને ૧,૬૬,૧૧૨ લોકોને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. આ આંકડામાં શહેરમાં સમાવાયેલા નવા વિસ્તારોમાં ૨૦,૪૭૭ લોકોના રસીકરણનો પણ સમાવેશ થાય છે.

  • આખા સુરતમાં અત્યાર સુધીમાં 8.76 લાખ લોકોને રસી મુકી દેવામાં આવી
  • સૌથી ઓછી સેન્ટ્રલ ઝોનમાં માત્ર 95686 લોકોને રસી મુકવામાં આવી, જ્યારે બીજા ક્રમે રાંદેરમાં 1.22 લાખ લોકોને રસી મુકાઈ

શહેરના અન્ય ઝોનના રસીકરણની વિગતો જોઈએ તો સેન્ટ્રલ ઝોનમાં ૯૫,૬૮૬, વરાછા ઝોન-એમાં ૧,૦૬,૨૮૩ તેમજ વરાછા ઝોન-બીમાં ૭૬,૭૫૬, સાઉથ ઝોન-ઉધનામાં ૧,૦૦,૭૮૦, નોર્થ ઝોન-કતારગામમાં ૧,૦૬,૧૩૪, વેસ્ટ ઝોન-રાંદેરમાં ૧,૨૨,૨૯૧, સાઉથ ઈસ્ટ ઝોન-લિંબાયતમાં ૮૮,૦૯૦ લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે. કોરોના પ્રતિરોધક રસીનો ડોઝ લઈને કોરોના સામે આરોગ્ય સુરક્ષા કવચ મેળવ્યું છે. સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોનના આસિ. કમિશનર જયેશ ગાંધીએ જણાવ્યું હતું કે, અઠવા ઝોનના શહેરીજનોએ વેક્સિનેશન કામગીરીમાં પાલિકા તંત્રને સહકાર આપ્યો તે ખરેખર સરાહનીય છે. રસીકરણના શરૂઆતના તબક્કામાં રસી મુકાવવા માટે લોકો અચકાતા હતા, પરંતુ કોરોનાની રસીની કોઈ આડઅસર ન જણાતાં તેમજ હાલ વધી રહેલા કોરોના સંક્રમણમાં રસીકરણ અસરકારક શસ્ત્ર છે એવી સમજના કારણે લોકો રસી લેવા આગળ આવ્યા અને અન્ય લોકોને પણ રસી લેવા પ્રેરિત કરી રહ્યા છે.

શહેરને ઝડપથી સંપૂર્ણ કોરોનામુક્ત કરવાના ધ્યેય સાથે અર્પણ હેલ્થ કેર ટ્રસ્ટની રચના કરાઈ

સુરત: સુરત શહેને ઝડપથી સંપૂર્ણ કોરોનામુક્ત કરવાના ધ્યેય સાથે અર્પણ હેલ્થ કેર ટ્રસ્ટની રચના કરાઈ છે. જેમાં હિરેન દીવાન-પ્રમુખ, કમલ તુલસીયાન-ઉપપ્રમુખ, અશોક કાનુગો-મંત્રી, શ્યામ શાહ-ખજાનચી, લાલજી પટેલ, ગીતા શ્રોફ, ઇલ્યાસ રેલ્વેવાલા, ડો. પ્રફુલ્લ છાસટિયા, ડો. કલ્પના દેસાઈ, મિહિર ચાહવાલા અને મોઈનુદ્દીન શેખ ટ્રસ્ટીઓ તરીકે ફરજ નિભાવશે. અર્પણ હેલ્થ કેર ટ્રસ્ટ દ્વારા પ્રથમ ચરણમાં ઝડપી અને વ્યાપક રસીકરણ પ્રવૃત્તિ હાથ ધરાશે. જે અંતર્ગત અર્પણ આંખની હોસ્પિટલ બીજા માળે, કિનારા એપાર્ટમેન્ટ, શ્રી એપાર્ટમેન્ટની પાછળ, મક્કાઇ પુલ, સુરત મુકામે ગુરુવાર તા.૨૯/૦૪/૨૦૨૧ના રોજ ૪૫ વર્ષથી વધુ વયની વ્યક્તિઓ માટે ફ્રી રસીકરણ શિબિરનું આયોજન કરાયું છે. જેનો લાભ લેવા સંબંધિત વ્યક્તિઓને મોબાઇલ નંબર સાથે પોતાના આધાર કાર્ડની નકલ arpancareindia@gmail.com / hirenmdiwan@gmail.com 24eal slot 1442 8460725868/ 9426813999 ઉપર મોકલવા જણાવાયું છે. આવનારા દિવસોમાં ટ્રસ્ટ દ્વારા કોરોના નાબૂદીના હેતુથી વિવિધ રસીકરણ શિબિરો તથા અન્ય કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.

Most Popular

To Top