SURAT

કો-વેક્સિનનો બીજો ડોઝ લેવા માટે મનપાએ સ્થળ યાદી જાહેર કરી

સુરતઃ (Surat) શહેરમાં વેક્સિનેશનની (Vaccination) કામગીરી જોરશોરથી થઈ રહી છે. હવે પહેલી મેંથી 18 થી ઉપરનાને પણ વેક્સિન આપવાની શરૂઆત થઈ જશે. ત્યારે જેઓને બીજો ડોઝ લેવાનો બાકી હોય, તેઓ તાકીદે લઈ લે તે માટે મનપા દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. તેમજ મનપાએ તમામ ઝોનમાં એક-એક સેન્ટર નિશ્ચિત કરી રાખ્યા છે. જેઓએ કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોય તેના 28 દિવસ થઈ ગયા હોય તો તેઓએ કોવેક્સિનનો બીજો ડોઝ આ સ્થળો પરથી આવતીકાલથી લઈ લેવા જણાવાયું છે. તેમજ અન્ય સેન્ટરો (Centers) પરથી કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ મેળવી શકશે તેમ જણાવાયું છે.

  • કયા ઝોનમાં કયા સેન્ટર પર બીજો ડોઝ લેવા જવું
  • ઝોન રસીકરણ સેન્ટરનું નામ
  • સેન્ટ્રલ સોનીફળિયા આરોગ્ય કેન્દ્ર
  • કતારગામ વેડરોડ આરોગ્ય કેન્દ્ર
  • વરાછા-એ હીરાબાગ આરોગ્ય કેન્દ્ર
  • વરાછા-બી મોટા વરાછા આરોગ્ય કેન્દ્ર
  • લિંબાયત લિંબાયત આરોગ્ય કેન્દ્ર
  • ઉધના વિજયાનગર આરોગ્ય કેન્દ્ર
  • અઠવા પનાસ આરોગ્ય કેન્દ્ર
  • રાંદેર પાલનપોર આરોગ્ય કેન્દ્ર

આજે અને કાલે માત્ર કાપડ માર્કેટો બંધ રહેશે, ત્રણેય હીરા બજારો કાર્યરત

સુરત: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જે-તે શહેરના ઉદ્યોગકારો કોરોનાના વધતા કેસોને ધ્યાને રાખી સ્વૈચ્છિક લોકડાઉન પાડે તો સરકારને વાંધો નથી, તેવા નિવેદન પછી સધર્ન ગુજરાત ચેમ્બરને 150 સંગઠનોએ વિકેન્ડમાં વેપાર ધંધા બંધ રાખવા સહમતિ આપી હતી. પરંતુ ઓછો વત્તો વેપાર હશે તો જ ઘરનો ચુલો સળગશે તેને લઇને વિવિંગ એકમો,રિટેલ અને હોલસેલના વેપારીઓ, હીરા બજારો અને સેફ ડિપોઝિટ વોલ્ટ આવતી કાલે ચાલુ રાખવાનો નિર્ણય લેવામા આવ્યો છે.

આવતીકાલે માત્ર રિંગરોડ અને સારોલીની 200 જેટલી કાપડ માર્કેટો બંધ પાળશે. ફોસ્ટાએ મુખ્યમંત્રીને પત્ર લખી સાત દિવસ સ્વૈચ્છિક લોકડાઉન રાખવાની પણ જાહેરાત કરી હતી. તે જોતા ચેમ્બરના જનતા શિસ્ત કાર્યક્રમ હેઠળ વેપાર ઉદ્યોગ બંધ રાખવાના અભિયાનનું સુરસુરિયુ થઇ ગયુ છે. ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળાએ જણાવ્યું હતું કે સુરતની હોસ્પિટલોમાં બેડ અને વેન્ટિલેટર નહી મળતા ગભરાયેલા 50 ટકા કામદારો વતન પલાયન કરી ગયા છે. દરેક વિવિંગ ખાતાઓની એક પાળી બંધ થઇ ગઇ છે. હવે વિકેન્ડમાં બંધ રાખવામાં આવે તો જે પચાસ ટકા કારીગરો બચી ગયા છે. તે પણ ભાગી જવાનો ભય રહે છે. તેને લીધે વિકેન્ડમાં પ્રોડક્શન ચાલુ રહેશે.

Most Popular

To Top