સુરત: રાંદેર (Rander) ખાતે રહેતી મહિલાના (Women) નામે અજાણ્યા દ્વારા અલગ અલગ સરનામે (Address) અંડર ગારમેન્ટ્સ (Under Garments) ઓનલાઈન (Online) મંગાવી પરેશાન કરવામાં આવતાં પોલીસમાં (Police) અરજી કરી હતી. બાદ દૂરનો સંબંધી જ એકતરફી પ્રેમમાં પાગલ બની આ કરતૂત કરતો હોવાની જાણ થતાં અડાજણ પોલીસમાં ફરિયાદ (Police Complaint) નોંધી વધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.
રાંદેર રોડ પર શ્રીધર કોમ્પ્લેક્સની પાછળ આવેલી સોસાયટીમાં રહેતી 40 વર્ષીય સુપ્રિયાબેન (નામ બદલ્યું છે)એ અડાજણ પોલીસ સ્ટેશનમાં સમીર આઈસક્રીમવાલાની સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ સમીર દ્વારા ગત તા. 31 ડિસેમ્બર-2021થી આજદિન સુધી સતત સુપ્રિયાબેનના નામે અલગ અલગ 7 કંપનીમાંથી અંડર ગારમેન્ટ્સ મંગાવવામાં આવતાં હતાં. સુપ્રિયાનો મોબાઇલ નંબરનો મિસ યૂઝ કરી સોસાયટીના આજુબાજુ ન રહેઠાણના સરનામે અને અલગ અલગ નામથી અલગ અલગ કંપનીમાંથી અંડર ગારમેન્ટ પ્રોડક્ટ ઓર્ડર કરી મંગાવતો હતો. સુપ્રિયાને અનેક વખત અલગ અલગ કંપનીમાંથી ઓર્ડર મંગાવી કેમ કેન્સલ કરો છો? કહી ફોન આવતા હતા. જેથી તેણે દરેક કંપનીમાં આ અંગે વાત કરી હતી. બાદ ઓર્ડર કરનારની ટેક્નિકલ વિગતો મંગાવી હતી. અને બાદ પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી. આ યુવક મહિલાનો દૂરનો સંબંધી થાય છે અને તેના એકતરફી પ્રેમમાં પાગલ હોવાથી આ હરકત કરતો હતો.
છત્તીસગઢની યુવતીને સુરતના વિધર્મી યુવકે લગ્નની લાલચ આપી સુરત બોલાવ્યા પછી હોટેલમાં બળાત્કાર ગુજાર્યો
સુરત : છત્તીસગઢમાં રહેતી હિન્દુ યુવતીને સુરતના વિધર્મી યુવકે લગ્નની લાલચ આપીને સુરત બોલાવ્યા બાદ હોટેલમાં બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં વિધર્મી યુવકે યુવતીના ફોન ઊંચકવાનું જ બંધ કરી દેતા પોલીસમાં ફરિયાદ થઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ફૂલવાડી ભરીમાતા રોડ પર આવેલ નરમાવાલા કોટેજીસમાં રહેતો ૧૯ વર્ષીય મોહમ્મદ ઇમરાન રાઝા અજમુલ્લાહ રાઇન ટાઇલ્સનું કામ કરે છે. આઠ મહિના પહેલા મોહંમદ ઇમરાનની મુલાકાત સોશીયલ મીડિયા ફેસબુક મારફતે છત્તીસગઢમાં રહેતી 19 વર્ષિય કાજલ (નામ બદલ્યુ છે)ની સાથે થઇ હતી. બંને વચ્ચે અવારનવાર વાત થતી હતી અને તેઓની મિત્રતા પ્રેમમાં બદલાઇ હતી. મોહંમદ ઇમરાને કાજલને સુરત મળવા માટે બોલાવી હતી. છત્તીસગઢથી ટ્રેન મારફતે સુરત આવેલી કાજલ સુરત રેલેવ સ્ટેશન નજીકની હોટેલમાં રોકાઇ હતી. અહીં મોહંમદ ઇમરાન તેણીને મળવા માટે ગયો હતો. હોટેલમાં જ કાજલને લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, યુવતીને થોડા દિવસોમાં લગ્ન કરી લઇશું તેમ કહીને તેણીને પરત છત્તીસગઢ મોકલી આપવામાં આવી હતી. છત્તીસગઢ પહોંચ્યા બાદ કાજલએ મોહંમદ ઇમરાનને વારંવાર ફોન કર્યા પરંતુ તેને ફોન ઉંચકવાના જ બંધ કરી દેતા કાજલ ફરીવાર સુરત આવી હતી અને મોહંમદ ઇમરાનની સામે મહિધરપુરા પોલીસમા ફરિયાદ આપતા પોલીસે મોહંમદ ઇમરાનની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.