સુરત (Surat): ઉકાઈ ડેમની (Ukai Dam) સપાટીમાં સડસડાટ વધારો થઈ રહ્યો છે. ઉપરવાસ સહિત ઉકાઈના કેચમેન્ટ એરિયામાં છેલ્લાં ત્રણ દિવસથી ધોધમાર વરસાદ (Rain) વરસી રહ્યો હોય ડેમમાં પાણીની આવક વધી છે, જેના પગલે આ સિઝનમાં અત્યાર સુધીમાં 9 ફૂટ જેટલી સપાટી વધી છે, જ્યારે વીતેલા 3 જ દિવસમાં 6 ફૂટ કરતા વધારે સપાટી વધી છે , જેના પગલે આજે મંગળવારે તા. 12 જુલાઈ 2022ના રોજ બપોરે 2 કલાકે ઉકાઈ ડેમની સપાટી 323.77 ફૂટ પર પહોંચી છે, જે ગઈકાલે 321 ફૂટ હતી. 17 કલાકમાં 2 ફૂટ સપાટી વધી છે. બપોરે 1 કલાકે ઉકાઈનું લેવલ 323.71 ફૂટ છે. ડેમમાં ઈનફલો (Inflow) 72,313 ક્યૂસેક હતું, જ્યારે આઉટફલો (Outflow) 800 ક્યૂસેક છે.
- 12 જુલાઈના રોજ બપોરે 2 કલાકે ઉકાઈની સપાટી 323.77 ફૂટ
- સિઝનમાં ડેમની સપાટી 9 ફૂટ વધી
- કેચમેન્ટમાં બારે વરસાદના લીધે ડેમમાં પાણીની આવક જારી
ઉકાઈ ડેમમાં આ સિઝનમાં અત્યાર સુધીમાં ડેમની સપાટી 9 ફુટ વધી ગઈ છે. કેચમેન્ટમાં દામખેડામાં 2 ઇંચ, ચાંદપુરમાં 3 ઇંચ,નંદુરબારમાં 2 ઇંચ, કાકડીઅંબામાં 12 ઇંચ, અકોલામાં 4.5 ઇંચ,ચોપડામાં 6 ઇંચ અને બોરડામાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. હજી પણ કેચમેન્ટ એરિયામાં વરસાદ ચાલુ છે. હથનુર ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે. તેથી આગામી સમયમાં ડેમમાં પાણીનો વધારો થશે.
આ અગાઉ સોમવારે રાતે 8 કલાકે ઉકાઈ ડેમમાં પાણીનું લેવલ 321.02 ફુટે પહોંચ્યું હતું. કેચમેન્ટમાં વરસાદના કારણે ઇન ફ્લો 274687 ક્યુસેક પહોંચ્યું હતું જ્યારે ડેમમાંથી આઉટ ફ્લો માત્ર 800 ક્યુસેક હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લાં ત્રણ દિવસથી ઉકાઈના કેચમેન્ટ એરિયામાં વરસાદના કારણે તથા હથનુર ડેમ સહિતના ડેમમાંથી પાણીની સતત આવક ચાલુ હોવાથી ઉકાઈ ડેમની સપાટી પણ સતત વધી રહી છે. હથનુર ડેમમાંથી 20 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. હથનુર ડેમના 16 ગેટ એક મીટર સુધી ઓપન કરવામાં આવ્યા છે. પ્રકાશામાંથી 25000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ્ં છે. ઉપરાંત ઉકાઈના કેચમેન્ટ એરિયામાં વરસાદના કારણે પણ ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક ચાલુ છે. ઉકાઈ ડેમની હાલની સપાટી 321.03 ફુટ છે. ત્યાર બાદ પણ ડેમમાં 274687 ક્યુસેક પાણીની આવક છે. જ્યારે આઉટ ફ્લો માત્ર 800 ક્યુકેસ છે.