SURAT

ફરી ઉકાઈ ડેમના 3 દરવાજા ખોલાયા, પાણીની આવક વધતા તંત્ર એલર્ટ

સુરત: (Surat) ઓગસ્ટ મહિનામાં દર વર્ષે ઉકાઈ ડેમની (Ukai Dam) સપાટી સુરતીઓના હૃદયના ધબકારા વધારી દે છે. સુરતમાં ભલે વરસાદ (Rain) પડે કે ન પડે પરંતુ ઉપરવાસમાં વરસાદ અને બ્લેક ઝોનમાં ભારે વરસાદને કારણે ઓગસ્ટ મહિનામાં ઉકાઈની સપાટીમાં અચાનક વધારો થઈ જાય છે. આવી જ પરિસ્થિતિનું ફરી નિર્માણ થયું છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા તંત્ર દ્વારા 50,499 ક્યુસેક પાણી (Water) છોડવાનું શરૂ કરાયું છે. ડેમના 3 દરવાજા ખોલી નાંખવામાં આવ્યા છે. તંત્ર સતત ડેમમાં પાણીની આવકનું મોનિટરિંગ (Monitoring) કરી રહ્યું છે. રવિવારે સાંજે ડેમની સપાટી 334.82 ફૂટ નોંધાઈ છે. હથનુર ડેમની સપાટી 209.570 મીટર છે. હથનુર ડેમમાંથી 24084 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. પ્રકાશા ડેમની સપાટી 108 મીટર છે અને પ્રકાશા ડેમમાંથી 39690 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

  • થોડા દિવસના વિરામ બાદ ઉકાઈ ડેમની સપાટીને લઈ ફરી એક વાર તંત્ર એલર્ટ થયું
  • ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા તંત્ર દ્વારા 50,499 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું
  • ડેમના 3 દરવાજા ખોલી નાંખવામાં આવ્યા

થોડા દિવસના વિરામ બાદ ઉકાઈ ડેમની સપાટીને લઈ ફરી એક વાર તંત્ર એલર્ટ થયું છે. હથનુર અને પ્રકાશા ડેમમાંથી પાણીની આવક સતત ચાલુ રહેતા પાણી ઉકાઈ ડેમમાં ઠલવાઈ રહ્યું છે. તેથી ઉકાઈમાં પણ પાણીનું સ્તર વધતું જઈ રહ્યું છે. જેને કારણે હાલ ઉકાઈ ડેમમાં ઇનફ્લોની તુલનામાં આઉટફ્લોમાં વધારો કરવામાં આવી છે. ઉકાઈનું રૂલ લેવલ 333 ફૂટ છે જ્યારે હાલમાં ઉકાઈની સપાટીલ 334.82 ફુટ પર છે. રવિવારે સાંજે ઉકાઈની સપાટી 334.82 ફુટ નોંધાઈ છે. ઉકાઈમાં ઇનફ્લો 36078 ક્યુસેક છે અને આઉટફ્લો 50499 ફુટ છે. ડેમના 3 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે.

ઉકાઈ ડેમમાં ઉપરવાસના વરસાદને કારણે પાણીની આવક વધી રહી છે. રૂલ લેવલથી પાણીની સપાટી લગભગ 2 ફૂટ વધુ હોવાથી તંત્ર બાજ નજર રાખી રહ્યું છે. ઉકાઈ ડેમના ત્રણ દરવાજા ત્રણ ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે. ઉકાઈ ડેમ તેના રુલ લેવલ કરતાં વધુ ભરાયો હોવાથી વહીવટી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું જોખમ ન લેવા માટે પાણી છોડાઈ રહ્યું છે. જેને કારણે જેટલી ઉકાઇ ડેમમાં પાણીની આવક થઈ રહી છે તેનાથી વધુ જાવક કરવામાં આવી રહી છે.

Most Popular

To Top