સુરત : (Surat) સુરત મહાનગરપાલિકા (SMC) એક બાજુ શહેરને સુંદર બનાવવા માટે સફાઇ અને અન્ય પગલાઓની સાથે સાથે વોલ પેઇન્ટીંગથી (Wall Painting) જાહેર દિવાલોને પણ સજાવી રહી છે. ત્યારે રાંદેર ઝોનમાં ઉગત કેનાલના (Canal) બ્યુટીફીકેશન (Beautification) પાછળ ખર્ચાયેલા કરોડો રૂપિયા પર ગોબર ફરી વળ્યુ હોય તેવો ઘાટ થઇ રહ્યો છે. કેમકે આ કેનાલના ડીવાઇડરો છાણા સુકવવા અને ગંદકી ઠાલવવાના સ્થળો બની ગયા છે. અને રાંદેર ઝોનનું તંત્ર લાચાર બનીને જોઇ રહ્યું છે.
- ઉગત કેનાલ પર પશુપાલકો છાણાં સૂકવવા માંડ્યા
- કેનાલની એક તરફ શ્રમજીવીઓના ઝૂંપડા બની ગયા
- મનપાનું તંત્ર માથાભારે પશુપાલકોથી ડરતા હોય તેવી સ્થિતિ
- રાંદેર ઝોનનું તંત્ર લાચાર બન્યું
રાંદેર ઝોનમાં ઉગત કેનાલની એક બાજુ બ્યુટીફીકેશનને પશુપાલકો દ્વારા છાણાં સુકવવાનું સ્થળ બનાવી દીધું છે તો બીજી તરફ શ્રમજીવીઓના ઝુંપડા બની ગયાં છે. તેથી ગંદકીના ગંજ ખડકાઇ રહ્યા છે. મનપાનું તંત્ર અહીના માથાભારે પશુપાલકોથી ગભરાઇ રહ્યું છે. તેથી મનપા દ્વારા કોઇ કાર્યવાહી પણ થઇ શકતી નથી. અને એક સમયની ગંદી ગોબરી કેનાલને સુંદર દેખાડવા માટે અને ગંદકી ન થાય તે માટે બ્યુટીફીકેશન માટે થયેલો કરોડો રૂપિયાના ખર્ચ પર ગોબર ફરી વળતું હોય તેવો ઘાટ થઇ રહ્યો છે.
શહેરના પોશ વિસ્તાર વેસુમાં ધીમું અને ગંદું પાણી આવતું હોવાની ફરિયાદ
સુરત : શહેરમાં દર ઉનાળામાં જુદા જુદા વિસ્તારોમાં ઓછા પ્રેસરથી પાણી આપવાની, ગંદુ અને વાસ મારતું પાણી આવવાની ફરિયાદો થાય છે. ત્યારે આ વખતે ઉનાળાની શરૂઆત સાથે જ શહેરના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં પાણીની મોકાણ શરૂ થઇ જવા પાની છે. વેસુના એ, બી, સી, અભિષેક પાર્ક એ, બી, સી, ડી, ઇ તથા સોમેશ્વર એન્કલેવ બંગ્લોઝ સોસાયટીમાં પાણીની સમસ્યા છે. છેલ્લા 6 દિવસથી પાણી ધીમું અને ગંદું આવે છે. આ બાબતે સુરત મનપાને ઓનલાઇન ફરિયાદ કરાઇ હોય મનપાની ટીમે સ્થળ વિઝિટ કરીને પ્રોબલેમ સોલ્વ કરવા પ્રયાસો હાથ ધર્યા હતા.