સુરત: એક બાજુ ચોમાસુ મોડુ થયું છે. શહેરીજનો કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. ત્યારે ઉધના ઝોનમાં 29મી તારીખે પાણી કાપ રહેવાનો હોય અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો ઓછો, ઓછા પ્રેસરથી અથવા સંપુર્ણ નહી મળવાની તાકીદ સાથે આગોતરૂ આયોજન કરી લેવા મનપા દ્વારા અનુરોધ કરાયો છે.
મનપાની યાદીમાં જણાવાયા મુજબ ઉધના ઝોન-એ ના વડોદ જળવિતરણ મથક સાથે જોડાયેલી 600 મીમી વ્યાસની મુખ્ય ડીઆઇસીએલ નળીકાને વડોદ અલથાણ 45 મીટર તથા 18મીટરના રસ્તા પર બનાવવામાં આવેલા બોક્સ ડ્રેઇન પાસે બે અલગ-અલગ જગ્યાએ એમએસ નળીકામાં તબદિલ કરી હયાત નળીકા સાથે જોડવાની અગત્યની કામગીરી 28મી જુન શુક્રવારના રોજ બપોરના 12 કલાક બાદ થી 29મી જુન શનિવાર સુધી ચાલશે. તેથી 29મી જુન શનિવારના રોજ અને 30મી જુનનો સવારનો પુરવઠો વડોદ જળવિતરણ મથક ખાતેથી અપાતા વિસ્તારો બમરોલી તથા વડોદ વિસ્તારનો નિયમિત પાણી પુરવઠો આપી શકાશે નહી. તેથી આ વિસ્તારના લોકએ આગોતરા અયોજન કરી લેવા તાકીદ કરાઇ છે.
કયા વિસ્તારમાં પાણી કાપ
બમરોલી સુખી નગર. જય કૃષ્ણ નગર, લક્ષ્મી નગર બમરોલી વિસ્તારની ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓ, જયઅંબે સોસાયટી, અમિષરા સોસાયટી, તૃપ્તિ નગર. સ્લોક કોમ્પ્લેક્સ, આષ્યા કોમ્પ્લેક્સ, ઓમ કોમ્પ્લેક્સ અને વડોદ વિસ્તારમાં પાયોનીર ડ્રીમ્સ, ઓમ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી, ઉમિયા ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી, ગણેશ નગર અને સુંદર સોસાયટીઓ નો આજુબાજુનો વિસ્તાર.