સુરત: (Surat) ઉધના (Udhana) ગાંધી કુટિર સોસાયટીમાં વિદ્યાર્થીની મોતની ઘટના સામે આવી છે. વાસણ સાફ કરતી કિશોરી ચક્કર આવ્યા બાદ બેભાન થઈ જતા સિવિલમાં (Civil hospital) મૃત જાહેર કરાઈ હતી. પાયલ પાટીલ ધોરણ-11 ની વિદ્યાર્થીની હોવાનું અને શાળાએથી આવ્યા બાદ બપોરના ભોજન બાદ ઘરકામ કરતા રહસ્યમય મોતને (Death) ભેટતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. એટલું જ નહીં પણ હૃદય રોગના હુમલામાં મોત થયું હોવાની આશંકા પણ વ્યક્ત કરાઈ રહી છે. પાયલના રહસ્યમય મોતને પગલે પરિવાર આઘાતમાં સરી પડ્યું છે.
- શાળાએ થી ઘરે આવ્યા બાદ બપોરના ભોજન પછી વાસણ સાફ કરતા બની ઘટના, સિવિલ લઈ જવાતા મૃત જાહેર કરાઈ
પરિવારે જણાવ્યું હતું કે પાયલ સુનિલ પાટીલ પરિવારમાં પિતાની એકની એક દીકરી અને ભાઈ ની એક ની એક બહેન હતી. ધોરણ-11 માં અભ્યાસ કરતી હતી. આજે શાળા એ થી આવ્યા બાદ બપોરે લગભગ 3 વાગે ઘરમાં વાસણ સાફ કરતી વખતે ચક્કર આવ્યા બાદ બેભાન થઈ ગઈ હતી. ઓટો રીક્ષા માં સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાઈ હતી. પાયલના પિતા સેલ્સમેન અને મૂળ મહારાષ્ટ્રના વતની હોવાનું સામે આવ્યું છે.
ડો. દિનેશ મંડલ (મેડિકલ ઑફિસર) એ જણાવ્યું હતું કે પાયલને મૃત હાલતમાં જ સિવિલ લવાય હતી. પરિવાર ની વાર્તા અજીબ હતી. પરંતુ પાયલના ગળા પરથી શકાસ્પદ નિશાન મળી આવ્યા છે. એટલે પોલીસ ને જાણ કરી દેવાઈ છે. પોસ્ટ મોર્ટમ બાદ જ પાયલના મોતનું સાચું કારણ કહી શકાય છે. હાલ આખો મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. ઉધના પોલીસ જ આગળ ની કાર્યવાહી કરશે.