સુરત: સુરતમાં (Surat) દિવસે દિવસે ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે. આજે ઉધના રેલવે સ્ટેશન (Udhana Railway station) યાર્ડમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાર બાદ ઉધના પોલીસ સ્ટેશનમાં ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ (Police) દોડતી થઇ હતી. તેમજ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસની પ્રાથમિક માહિતી મુજબ મૃત્યુ પામનાર મહિલા ગર્ભવતી હતી. જ્યારે પોલીસનો એવો અનુમાન છે કે તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે મૃતક મહિલાની ઓળખ માટે વધુ તપાસ હાથ ધરી છે.
- 7થી 8 કલાક પહેલા હત્યા કરાઈ હોવાની આંશકા
- અરોપી દ્વારા પૂરાવાનો નાશ કરવાનો પ્રયાસ
હત્યા કરી મૃતદેહ સંતાડવાનો પ્રયત્ન
મળતી માહિતી મુજબ સુરતના ઉધના રેલ્વે યાર્ડ પર ટ્રેક 7 અને 8ની વચ્ચે એક મહિલાની લાશ મળી આવી હતી. જો કે ઘટનાની જાણ થતા તરત પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસ તપાસ બાદ જાણવા મળ્યુ હતુ કે મૃતક મહિલા ગર્ભવતી હતી. જેથી સૌ સ્તબ્ધ થઇ ગયા હતા. જો કે પોલીસને આશંકા છે કે આ હત્યાનો કેસ છે, તેનો મૃતદેહ સંતાડવાના પ્રયાસે ફેંકી દેવામાં આવ્યો હોય તેવો અનુમાન છે. ખાસ કરીને મહિલા ગર્ભવતી હોવાને કારણે પોલીસ માટે તપાસનો વિષય વધુ જટિલ બન્યો છે. બનાવની જાણ થતા જ પોલીસ અધિકોરીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. હાલ વધુ માહિતી ન હોવાથી પોલીસે હત્યાનો ગુનો નોંધેલ છે. તેમજ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રેલ્વે ગુજરાત પોલીસના PI કે. એમ.ચૌધરીએ જણાવ્યું હતું કે ઉધના રેલ્વે યાર્ડમાં 7અને 8ના ટ્રેક વચ્ચે એક ગર્ભવતી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. 7થી 8 કલાક પહેલા તેની હત્યા કરાઈ હોવાની આંશકા લાગી રહી છે. પ્રાથમિક પહેરવેશ પરથી લાગી રહ્યુ છે કે મહિલા ઓડિશાવાસી હોઇ શકે. મહિલાની ઉંમર આશરે 30થી 35 વર્ષ હોય તેવુ અનુમાન છે. તેની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હશે. ત્યાર બાદ લાશને અહીં ફેંકી દેવામાં આવી હશે. જો કે આ ઘટનામાં પૂરાવાઓનો અભાવ જણાઇ રહ્યો છે છતાં તપાસ શરૂ કરવામાં આવી છે. જેથી હત્યાની હકીકત સામે આવી શકે.