SURAT

સુરતમાં બે મિત્રો લોખંડનો પાઈપ અને પાવડો લઈ ત્રીજા મિત્ર પર તૂટી પડ્યાં, એટલા ઘા માર્યા કે..

સુરત(Surat) : સચિન (Sachin) ખાતે કનસાડ ગામ સ્મશાનભૂમિની બાજુમાં મીંઢોળા (Mindhola) નદીના કિનારે ઝાડી ઝાંખરામાંથી ગઈકાલે અજાણ્યાની હત્યા (Murder) કરાયેલી લાશ (Death Body) મળતા ચકચાર મચી જવા પામી હતી. સચિન જીઆઈડીસી પોલીસે (Police) મૃતદેહ પોસ્ટમોર્ટમ (Postmortem ) માટે નવી સિવિલમાં (New Civil Surat) ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં હત્યા કરનાર બે આરોપીઓને ઝડપી (Arrest) પાડ્યા હતા.

સચિન જીઆઈડીસી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કનસાડ ગામ હળપતિવાસની પાસે સ્મશાનભૂમિ પાસે મીંઢોળા નદીના કિનારે ઝાડી ઝાંખરામાંથી ગઈકાલે બપોરે આશરે 35 થી 40 વર્ષીય અજાણ્યા યુવકની લાશ મળી હતી. બનાવની જાણ થતા પોલીસે સ્થળ પર જઈને જોતા મૃતકને મોઢા અને શરીરના ભાગે ઉપરાછાપરી તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાનું દેખાઈ આવે છે. સચિન જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આ અંગે વધારે તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતકને પીએમ માટે નવી સિવિલનાં ખસેડી પોલીસે પહેલા તો તેની ઓળખ થાય તે દિશામાં કામગીરી હાથ ધરી છે. કનસાડ ગામમાં રહેતા અને ખેતમજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા 38 વર્ષીય ઉપેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ સોલંકીએ હત્યાનો ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

લાશના ફોટાના આધારે મૃતકની ઓળખ થઈ
મૃતકની લાશના ફોટાના આધારે તેની ઓળખ થઈ ગઈ હતી. મૃતકનું નામ કેવજી ઉર્ફે શ્રીરામ જોગલા ડાવર (ઉવ.45, રહે.સચિન તથા મુળ અલીરાજપુર, મધ્યપ્રદેશ) નો હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક કેવજી તેના ગામ નજીક આવેલા પાનમુડી ગામના ભગન તથા રાકેશ (રહે, સ્લમ બોર્ડ સચિન) સાથે મજુરીકામ કરતો હોવાનું જાણવા મળતા પોલીસે ભગન તથા રાકેશની તપાસમાં હતા. બંનેને પોલીસે બાતમીના આધારે ભગન પાતલીયા મસ્તીયા (ઉ.વ-૩ર, રહે. સ્લમ બોર્ડ, સચિન તથા મુળ અલીરાજપુર, મધ્યપ્રદેશ તથા રાકેશ નસરીયા મહેતા (ઉ.વ.૨૯) ને શોધી કાઢ્યા હતા.

સવારે ઝઘડો થતા બંને મિત્રને નદી કિનારે લઈ જઈ હત્યા કરી
બંનેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, મૃતક કેવજી મિત્ર ભગનની પત્ની ઉપર નજર બગાડતો હતો. જે વાતને લઇ તેઓની વચ્ચે કનકપુરગામ હળપતિવાસની સામે આવેલા ઓવરબ્રિજ નીચે ઝઘડો થયો હતો. ત્યારબાદ કેવજીને સ્મશાનભુમિ પાસે મીંઢોળા નદીના કિનારા પાસે ઝાડી ઝાંખરાવાળી જગ્યાએ લઇ ગયા હતા. અને ત્યાં લોખંડનો પાઇપ તથા પાવડાના લાકડાના હાથા વડે માર મારી હત્યા કરી હતી.

Most Popular

To Top