SURAT

સુરતની હોસ્પિટલમાં જોડીયા બાળકોને જન્મ આપ્યા બાદ માતા ઘરે જઈ ઊંઘી ગઈ

સુરત: (Surat) નવી સિવિલમાં (New Civil) ગઈકાલે અડાજણ ખાતે રહેતી મહિલા જોડિયા (Twins) બાળકોને જન્મ આપ્યા બાદ બાળકોને તરછોડી જતી રહી હતી. જેને કારણે હોસ્પિટલમાં ભાગદોડ મચી જવા પામી હતી. પરંતુ ચોવીસ કલાકે મહિલા પરત આવી જતા આજે તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. મહિલા ઘરે ન્હાવા ગયા બાદ ઉંઘ (Sleeping) આવી જતા સુઈ ગઈ હોવાનું તેને જણાવ્યું હતું.

  • નવી સિવિલ હોસ્પિટલમાં મહિલાએ જોડીયા બાળકોને જન્મ આપ્યો
  • અડાજણની હરિચંપા ઝૂંપડપટ્ટીમાં રહેતી મહિલા બાળકને જન્મ આપ્યા બાદ ઘરે જતી રહી
  • 24 કલાક બાદ જાતે જ મહિલા હોસ્પિટલમાં પરત ફરી
  • મહિલાએ કહ્યું, ન્હાવા ગઈ હતી ત્યારે ઊંઘ આવી એટલી ઊંઘી ગઈ હતી
  • મહિલાનો પતિ બે વર્ષ પહેલાં જ મૃત્યુ પામ્યો હોવાનું જાણી પોલીસ સ્તબ્ધ

નવી સિવિલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ ખાતે આવેલી હરિ ચંપા ઝૂપડપટ્ટીમાં રહેતી રેણુ નામની મહિલાએ બુધવારે મોડી રાત્રે નવી સિવિલમાં બે બાળકોને જન્મ આપ્યો હતો. બાળકોને એનઆઈસીયુમાં વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. ગઈકાલે મહિલા વોર્ડમાંથી અચાનક ગાયબ જણાઈ હતી. નર્સીંગ સ્ટાફ દ્વારા તેની શોધખોળ કરી પણ નહી મળતા ડોક્ટરને જાણ કરાઈ હતી. ડોક્ટરોએ પણ શોધખોળ કરી પણ તેની ભાળ મળી નહોતી. મહિલા બે બાળકોને તરછોડી ગયાનું જાણી તંત્રએ ખટોદરા પોલીસને જાણ કરી હતી. પરંતુ પોલીસ તપાસ આગળ વધારે તે પહેલા શુક્રવારે સવારે મહિલા નવી સિવિલમાં પરત આવી હતી. મહિલાને જોઈને ડોક્ટરો અને નર્સીંગ સ્ટાફની આંખો પહોળી થઈ ગઈ હતી. મહિલા પરત આવી હોવાનું જાણી ખુદ આરએમઓ તેની પુછપરછ કરવા પહોંચી ગયા હતા. મહિલાએ પોતે ન્હાવા માટે ઘરે ગઈ હોવાનું અને ઊંઘ આવતા સુઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. મહિલા પરત આવતા તેનું કાઉન્સેલિંગ કરીને નર્સીંગ એસોસિએશનના કિરણ દોમડીયા, ઇકબાલ કડીવાલાએ તેને કપડા, પોષ્ટીક કીટ અને આર્થિંક સહાય કરવામાં આવી હતી.

દરમિયાન વધુમાં જ્યારે તબીબો અને પોલીસે મહિલાને તેના પતિ વિશે પૂછપરછ કરતા મહિલાએ કહ્યું હતું કે, તેનો પતિ બે વર્ષ પહેલાં મૃત્યુ પામ્યો છે. મહિલાની આ વાત સાંભળી તબીબો અને પોલીસ ચોંકી ઉઠી હતી.

Most Popular

To Top