સુરત : બમરોલીમાં (Bamroli) વેપાર (Bussiness) કરતા વેપારી પાસેથી રૂા.75.84 લાખની કિંમતનો ગ્રે વીસકોસ કંપનીનો (Company) માલ ખરીદીને પેમેન્ટ (Payment) આપવામાં આવ્યું ન હતું. જે અંગે કાપડ દલાલ અને અન્ય વેપારી સામે ગુનો નોંધાયો હતો.
ઘોડદોડ રોડ જમનાનગર બસ સ્ટેશન પાસે સંત તુકારામ સોસાયટીમાં રહેતા પિયુષભાઈ ડાહ્નાભાઈ બારડોલીવાલા (ઉ.વ.૫૦) બમરોલીમાં માધવ ટેક્સટાઈલ તેમજ અન્ય પેઢીના નામે ગ્રે વીસકોસ કાપડનો વેપાર કરે છે. દરમિયાન તેમની મુલાકાત કાપડ દલાલ ભરતકુમાર જયકિશનદાસ ટાલીયાની સાથે થઇ હતી. તેને પિયુષકુમારની મુલાકાત પરવત પાટીયા પાસે દિનેશકુમાર અદરારામ જાંગીડની સાથે કરાવી હતી. ત્યારબાદ ભરતકુમાર અને દિનેશકુમારે પિયુષભાઇની પાસેથી રૂા.75.84 લાખનો ગ્રે વીસકોસ કંપનીનો કાપડનો માલ ખરીદી પેમેન્ટ આપ્યું ન હતું. બનાવ અંગે પિયુષકુમારે બંનેની સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ચોરેલી 19 બાઈક સાથે બે રીઢા ચોર પકડાયા
અંકલેશ્વર: અંકલેશ્વર શહેર પોલીસે નોંધપાત્ર ગુનામાં સંડોવાયેલા બે રીઢા ચોરની ધરપકડ કરી લે રૂપિયા આઠ લાખ ઉપરાંતનો મુદ્દામાલ રિકવર કર્યો છે.
અંકલેશ્વર સુરવાડી બ્રિજ પાસેથી આવતા બે ઇસમોને બાઈક પર અટકાવીને તપાસ કરતા બાઈક ચોરીની હોવાનું જણાયું હતું. પોલીસે ગુના સંદર્ભે મૂળ અંકલેશ્વરના સેલારવાડના રહીશ નઈમ ઉર્ફે સાનુ ઈકબાલ શેખ અને અંકલેશ્વર મરઘા કેન્દ્ર પાસે સર્વોદય નગરમાં રહેતા મહંમદ ઉઝેર ઉર્ફે અબ્દુલ મજીદ શેખની ધરપકડ કરી છે. આ બંને આરોપીની કડક પૂછપરછમાં તેમણે ૧૯ બાઈક ચોરી કર્યાની કબૂલાત કરી હતી પોલીસે તમામ બાઈક કિંમત રૂપિયા 8,97,500 રિકવર કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આગળની પૂછપરછમાં બન્નેએ આરોપીઓ વધુ બાઈક ચોરી કબૂલ કરે એવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.