સચિન GIDCના કેમિકલ કાંડમાં આ બે ઉદ્યોગપતિના રિમાન્ડ પૂરા થતાં જેલમાં મોકલાયા

સુરત: (Surat) સચિન જીઆઇડીસીમાં (Sachin GIDC) ઝેરી કેમિકલ (Toxic Chemical) લિકેજ દુર્ઘટનામાં સચિન જીઆઇડીસીના બે ઇન્ડસ્ટ્રિયાલિસ્ટના ચાર દિવસના રિમાન્ડ પૂરા થતા આજરોજ તેઓને કોર્ટમાં (Court) રજૂ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતાં. વિજય ડોબરિયા તેમજ સૌરભ ગાબાણીના ચાર દિવસના રિમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજૂ કરાયા હતાં.

પ્રાપ્ત વિગતો મુજબ, સચિન જીઆઇડીસીમાં વિશ્વ પ્રેમ મિલની પાસે ઝેરી કેમિકલ ભરેલા ટેન્કર ખાલી કરવામાં આવ્યાં હતાં. આ ટેન્કરમાંથી ઝેરી કેમિકલ લીકેજ થતાં છ વ્યક્તિઓના મોત નીપજ્યા હતાં. જ્યારે બીજા 23 થી વધુ વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ઉઘોગકારોમાં સહજાનંદ યાર્ન ડાઇંગના વિજય ધીરૂ ડોબરિયા (રહે, શ્યામ લકઝરી એપાર્ટમેન્ટ, વેસુ) અને રિઅલ કેમ કંપનીના સૌરભ પ્રવીણ ગાબાણી (રહે, સૌરભ સોસાયટી,અડાજણ-પાલ રોડ)ની ધરપકડ કરી હતી.

ક્રાઇમ બ્રાન્ચે આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. સરકારી વકીલ બી.એસ. પઠાણે દલીલો કરીને આરોપીઓના વધુમાં વધુ રિમાન્ડ આપવા માટે કહ્યું હતું. જ્યારે સામે બચાવપક્ષે વકીલ કેતન રેશમવાલાએ દલીલો કરીને પોલીસની રિમાન્ડની અરજી નામંજૂર કરવા કહ્યું હતું. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ બંને ઉદ્યોગપતિના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો હતો, આજરોજ આ બંનેના રિમાન્ડ પૂરા થતાં તેમને ફરી કોર્ટમાં રજૂ કરાયા હતા. ક્રાઇમ બ્રાન્ચે તેઓના કોઇ રિમાન્ડની માંગણી કરી ન હતી, જેને લઇને બંને ઇન્ડસ્ટ્રિયાલિસ્ટને જેલમાં મોકલી આપવાનો હુકમ કરાયો હતો.

આ હતી દુર્ઘટના

સચીન જીઆઈડીસીના (Sachin GIDC) નોટીફાઈડ (Notified) વિસ્તારના રોડ નં. 4 પર રાજકમલ ચોકડી પાસે 1 ટેન્કરમાંથી ગેરકાયદે (Illegal) રીતે ખાડીમાં (bay) કેમિકલ ડિસ્ચાર્જ (Chemical discharge) કરવામાં આવી રહ્યું હતું ત્યારે કેમિકલનો ટોક્સીક ગેસ લીકેજ (Toxic gas leakage) થઈ આજબાજુના વિસ્તારમાં પ્રસર્યો હતો, જેના લીધે નજીકમાં આવેલી વિશ્વ પ્રેમ ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ મિલના તથા તેની આજુબાજુના 26 મજૂરો અને કારીગરોને અસર થઈ હતી. તેઓનું ઓક્સિજન (Oxygen) લેવલ ઘટી ગયું હતું. જેને કારણે છ વ્યક્તિઓના મોત નીપજ્યા હતાં. જ્યારે બીજા 23 થી વધુ વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

Most Popular

To Top