SURAT

તિરંગા યાત્રા નીકળવાની હોય ગુરૂવારે સુરતના આ રસ્તા વાહનચાલકો માટે બંધ રહેશે

સુરત(Surat) : આઝાદી કા અમૃત મહોત્સવના (Aazadi Ka Amrut Mahotsav) ભાગરૂપે દેશભરમાં તિરંગા યાત્રાઓનું (Tiranga Yatra) આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત આવતીકાલે ગુરૂવારે તા. 4 ઓગસ્ટ 2022ના રોજ સુરતમાં પણ આ યાત્રા નીકળશે. એરપોર્ટથી નીકળનારી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાનાર હોય સુરત શહેર પોલીસ (SuratCityPolice) દ્વારા ટ્રાફિક વ્યવસ્થાની જાળવણી માટે રસ્તાઓ બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યા છે.

  • સુરતમાં 4 ઓગસ્ટે નીકળશે તિરંગા યાત્રા
  • એરપોર્ટથી પદયાત્રા સ્વરૂપમાં નીકળશે તિરંગા યાત્રા
  • એરપોર્ટથી અઠવાગેટ તરફનો મુખ્યમાર્ગ બંધ કરાશે

આજે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેર જનતા જોગ એક પત્ર પ્રસિદ્ધ કરાયો હતો, જેમાં તિરંગા યાત્રાને લીધે કયા રસ્તા બંધ છે અને કયા રસ્તા પર ડાયવર્ઝન અપાયા છે તેનો ઉલ્લેખ કરાયો છે. આ પત્ર અનુસાર તા. 4 ઓગસ્ટના રોજ સવારે 8થી બપોરે 12 વાગ્યા દરમિયાન તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. આ તિરંગા યાત્રા લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી રાહુલ રાજ મોલ થઈ કારગીલ ચોક સુધી પદયાત્રા સ્વરૂપે નીકળશે. તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાનાર હોય જાહેર જનતાને અવરજવરમાં અડજણ નહીં થાય તે માટે તિરંગા યાત્રાના રૂટ ઉપર પદયાત્રા પુરી નહીં થાય ત્યાં સુધી ડાયવર્ઝન આપવામાં આવ્યા છે.

આ અનુસાર ડાયવર્ઝન અપાયા છે

  • એરપોર્ટ તથા એસ.કે. નગર તરફથી અઠવાગેટ તરફ આવતા વાહનો વાય જંક્શનથી ઉધના મગદલ્લા રોડ અને વીઆઈપી રોડનો ઉપયોગ કરી અઠવાગેટ તરફ આવી શકશે.
  • અઠવાગેટ તરફથી એરપોર્ટ અને એસ.કે. નગર તરફ જતા વાહનો સિટીલાઈટ રોડ થઈને ઉધના મગદલ્લા રોડ અને વીઆઈપી રોડનો ઉપયોગ કરી વાય જંક્શનથી એરપોર્ટ અને એસ.કે. નગર તરફ જઈ શકશે.
  • પાલ-ઉમરા બ્રિજ પરથી આવતા વાહનો એસવીએનઆઈટી સર્કલથી ડાબી તરફ ટર્ન લઈ પાર્લેપોઈન્ટ તરફ જઈ શકશે.
  • અઠવાગેટ તરફથી પાર્લેપોઈન્ટ બ્રિજ પર થઈને કોઈ વાહન આવે તો તે એસવીએનઆઈટી સર્કલથી યુટર્ન લઈ પાર્લેપોઈન્ટથી સિટીલાઈટ રોડનો ઉપયોગ કરી શકશે.
  • અન્ય આંતરિક રસ્તાઓનો ઉપયોગ કરીને પણ અવરજવર કરી શકાશે.

કાપડના વેપારીઓ દ્વારા 10 ઓગસ્ટે તિરંગા યાત્રા કાઢવામાં આવશે
સુરત શહેરમાં તિરંગા યાત્રાના અલગ અલગ આયોજનો થઈ રહ્યાં છે. રીંગરોડની ટેક્સટાઈલ માર્કેટના કાપડના વેપારીઓ દ્વારા 10 ઓગસ્ટના રોજ યાત્રા કાઢવામાં આવશે. આ તિરંગા યાત્રામાં મોટીસંખ્યામાં કાપડના વેપારીઓને જોડવા અપીલ કરાઈ રહી છે. દરેક માર્કેટના એસોસિએશના પ્રમુખ તેમજ પદાધિકારીઓ દ્વારા બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. .સુરત ટેક્સટાઇલ માર્કેટથી યાત્રાની શરૂઆત થશે અને મિલેનિયમ માર્કેટ ખાતે તેનું સમાપન થશે.

હર ઘર તિરંગાની ઉજવણી બાદ મનપાને તિરંગો પરત આપવાનો વિકલ્પ પણ અપાયો
સુરત: પ્રધાનમંત્રી મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દેશના તમામ નાગરિકોને 13થી 15 ઓગસ્ટ સુધી પોતાનાં ઘરો, સંસ્થાઓમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની અપીલ કરી છે. જે અંતર્ગત સુરતમાં પણ જોરશોરથી તૈયારી ચાલી રહી છે. સુરતમાં 9 લાખથી વધુ તિરંગાનું વેચાણ થાય તેવો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. જે માટે મનપાની તમામ ઝોન ઓફિસ, વોર્ડ ઓફિસ અને નાગરિક સુવિધા કેન્દ્ર, શિક્ષણ સમિતિની શાળાઓ, સુમન શાળા, ફાયર સ્ટેશન, ગાર્ડનો, બીઆરટીએસ સ્ટેશનો પરથી તિરંગા મળી રહેશે. સુરત શહેરમાં 9 લાખ તિરંગાનું વેચાણ થાય તેવો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. પરંતુ આટલી મોટી સંખ્યામાં તિરંગાનું વેચાણ થશે અને તેમાં તિરંગાનુ પણ સન્માન જળવાય તે પણ ખૂબ જરૂરી હોય, મનપા દ્વારા એવો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે કે, જે લોકો મનપાને તિરંગો પરત કરવા ઈચ્છતા હોય તેઓ મનપાને પરત આપી શકશે.

Most Popular

To Top