SURAT

ગઠિયાઓ હોંગકોંગમાં હીરા વેચવાનું કહી ઓફિસ પર હીરાના સેમ્પલ જોવા આવ્યા અને આ કાંડ કરી ગયા

સુરત: (Surat) ઉમરા ખાતે રહેતા અને મહિધરપુરામાં હીરાનો વેપાર (Diamond Trader) કરતા વેપારી પાસેથી હોંગકોંગના વેપારીને હીરા વેચવાનું કહીને ત્રણ જણા હીરાનું પેકેટ સીલ કરીને લઈ ગયા હતા. બાદમાં હોંગકોંગના વેપારી પાસેથી જઈને આ હીરાની ક્વોલિટી વાળું પેકેટ બદલી નાખ્યું હતું. વેપારીએ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં (Police Station) ત્રણ જણા સામે 1.08 કરોડના હિરાની છેતરપિંડીની (Fraud) ફરિયાદ નોંધાવી હતી.

  • મુંબઇના ગઠિયાઓએ 1.08 કરોડના અસલી હીરાની બદલી કરી પડીકામાં નકલી ડાયમંડ મૂકી દીધા
  • હોંગકોંગના વેપારીને હીરા બનાવવાના બહાને ઉમરાના રહેવાસી સાથે ઠગાઇ કરનારા સામે ગુનો

ઉમરા ખાતે પટવા કોલોનીમાં રહેતા 60 વર્ષીય નરેશભાઈ સુરજમલ શાહ મહિધરપુરા ખાતે શાહ નરેશભાઈ સુરજમલ એચયુએફ નામથી હીરાનો વેપાર કરે છે. નરેશભાઈએ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં રમેશ ઉર્ફે રાજેશ મન્સુર થડેશ્વર (રહે,ઓમકાર હાઉસિંગ સોસાયટી, બોરીવલી વેસ્ટ, મુંબઈ), નરસિંહ નારાયણભાઈ કોરડિયા (રહે,મોહનદીપ સોસાયટી, કતારગામ) તથા લોકેશ રવજીભાઈ સાવલિયા (ઉ.વ.60) ની સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ત્રણેય દ્વારા અખીલભાઈને હોંગકોંગમાં હીરા વેચવાના હોવાનું કહીને ઓફિસ પર હીરાના સેમ્પલ જોવા આવ્યા હતા.

બાદમાં 400 કેરેટ ક્વોલિટીના હીરા ખરીદી કરવાનું કહીને અખીલભાઈને હીરા દલાલ મનિષભાઈ તથા દીલીપભાઈ દોશી અને જીગેન્શ દેસાઈ મારફતે નરેશભાઈના 401.90 કેરેટ હીરાનું સીલ મારેલું પેકેટ ત્રણેય જણાએ અખીલભાઈની ઓફિસ પર આવી અખીલભાઈને આ હીરાની રોકડેથી ખરીદી કરવાનું કહ્યું હતું. તેમની સાથે વાતચીત દરમિયાન વીએસવીવીએસ ક્વોલિટીના 401.90 કેરેટ વજનના હીરાનું સીલ મારેલું અસલ પેકેટ 1.08 કરોડ રૂપિયાનું બદલાવીને તેની જગ્યાએ બીજું પેકેટ મૂકીને લઈ ગયા હતા. મહિધરપુરા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top