સુરત: સુરતમાં (Surat) ડ્રેનેજની (Drainage) સફાઈ દરમિયાન મોટી દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે. SVNIT કોલેજ નજીક ડ્રેનેજની સફાઈ કામગીરી દરમિયાન ત્રણ કામદારો ગટરમાં ફસાઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ગૂંગળામણના કારણે બે કામદારોના મોત (Death) નિપજ્યાં છે જ્યારે એક કામદાકની હાલત ગંભીર છે. હાલ કામદારની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ તેમજ પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચ્યા હતા.
મળતી માહિતી અનુસાર મંગળવારે સવારે 9:30 વાગ્યાની આસપાસ સુરતના એસવીએનઆઈટી કોલેજની અંદર સારાભાઈ ભવનની પાછળના ભાગે ડ્રેનેજ રીપેરીંગ નું કામ ચાલુ હતું. આ દરમિયાન એક કામદાર ચેમ્બરમાં ઉતર્યો હતો. જ્યા તે બેહોશ થઈ ગયો હતો. જેને બચાવવા માટે અન્ય બે વ્યક્તિ પણ ઉતર્યા હતા. ત્રણેય જણા ગટરમાં બેહોશ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી હતી.
ઘટનાને પગલે ફાયરવિભાગ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી કરી હતી. કામદારોને બહાર કાઢી 108ની મદદથી હોસ્પિટલ લઈ જવાયા હતા. સિવિલમા હાજર તબીબીએ બે કામદારોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે એક સફાઈ કામદારની હાલત ગંભીર હોવાથી તેની સારવાર કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ગૂંગળામણના કારણે ત્રણ કામદારોમાંથી બે કામદારોના મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. ત્રણ કામદારમાંથી કાદિર અને સત્યમનું મોત નિપજ્યું છે. પરિવારજનોને ઘટનાની જાણ થતા તેઓ પણ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
15 વર્ષનો યુવક માતા-પિતાની જાણવિના ડ્રેનેજ સફાઈ માટે ગયો હતો
ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન 15 વર્ષીય મૃતક સત્યમ કુમાર શાહ પણ સફાઈની કામગીરી માટે ગયો હતો. તેના પિતા હરેન્દ્ર પ્રસાદ પણ ફોન આવ્યો ત્યારે આ ઘટનાની માહિતી તેમને તથા તેમના પરિવારને મળી હતી. કેળાની લારી લગાવતા હરેન્દ્ર પ્રસાદે જણાવ્યું કે ચોરીછૂપીથી, કોઈને પણ જાણ કર્યા વિના તે આ કામ માટે ગયો. તેમણે કહ્યું કે તે 15 વર્ષનો છે અને અભ્યાસ કરે છે. આ કામ માટે તે ક્યારે ગયો પરિવાર આ વાતથી જાણ બહાર છે.
મૃતકોના નામ:
1 કાદિરભાઈ ઈશાખમિયા સિડકી ઉ વર્ષ-45(પ્લમ્બર)
ગામ -લકી દરગાહ જી -શિવાંગ (બિહાર)
હાલ -રસુલાબાદ ગલી નંબર 7 આઝાદ નગર ભટાર
2 સત્યમ કુમાર હરેન્દ્ર પ્રસાદ શાહ ઉંમર વર્ષ 14 (લેબર)
હાલ રહે તારવાડી ટેનામેન્ટ તળાવ મહોલ્લો ભટાર રોડ
એક યુવક સારવાર હેઠળ
1 શરણભાઈ હેમંત રાય બતપા ઉંમર વર્ષ 45 (મેન કોન્ટ્રાક્ટર)
રહે ભગીરથ સોસાયટી પાંડેસરા પિયુષ પોઇન્ટ આગળ