સુરત: (Surat) સલાબતપુરાની વિવિધ ટેક્સટાઇલ માર્કેટમાં (Textile Market) ભાડાની દુકાનો રાખીને સુરતના વેપારીઓ (Traders) સાથે ઠગાઇ કરનારા ગુજરાત બહારના વેપારીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ, સલાબતપુરામાં વેપારીઓની સાંઠગાંઠમાં પોલીસ કેટલાક વેપારીઓના ઉઠમણા કરાવતી હોવાની વાતે થોડા દિવસ પહેલા જ સમગ્ર સલાબતપુરા પોલીસના સ્ટાફને બદલી કરી દેવામાં આવી હતી. તેની જગ્યાએ આખો નવો સ્ટાફ જ મુકીને કડક કાર્યવાહી કરવાની સાથે જ ઉઠમણુ કરનારા વેપારીઓની ધરપકડના આદેશો પણ કરવામાં આવ્યા હતા. પોલીસ સ્ટાફની બદલમાં વેપારી સંગઠન દ્વારા સુરતના સાંસદ અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ રૂબરૂ મળીને બની બેઠેલા વેપારીઓની સામે પગલા ભરવાની માંગ કરી હતી. ત્યારે હાલમાં સલાબતપુરા પોલીસના (Police) પીઆઇ એ.એ. ચૌધરી તેમજ તેમના સ્ટાફે એક ટીમ બનાવીને ગુજરાત (Gujarat) બહાર રહેતા અને ઠગાઇ કરનારા વેપારીઓનું લીસ્ટ તૈયાર કરીને તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. આ ટીમે ચારથી પાંચ મોટા વેપારીઓની ધરપકડ કરી હોવાની વિગતો પણ મળી છે.
- કેટલા વેપારીઓની ધરપકડ કરાઇ
- પોલીસે પુણાના વેપારી સાથે ઠગાઇ કરનાર બેંગ્લોરના વેપારી નામે હનવંતસિંહ પ્રતાપસિંહ સોલંકીની ધરપકડ કરી હતી
- વેસુના વેપારી સાથે ઠગાઇ કરનારા મુળ રાજસ્થાનના વતની એવા પારસમલ કેશારામ ઘાંચી અને જીતેન્દ્ર જેઠાનંદ પરવાનીની ધરપકડ કરાઇ
- પુણા પોલીસ મથકમાં પણ પારસમલ ઘાંચીની સામે ગુનો નોંધાયો હતો
ફોસ્ટાના વર્તમાન શાસકો દ્વારા આયોજિત 5 ઝોનના વેપારીઓની બેઠકમાં કોઈએ ચૂંટણીની માંગ ન કર્યાનો પ્રમુખનો દાવો
સુરત: ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનની ચૂંટણી માટે આવતીકાલે શનિવારે ફોસ્ટા દ્વારા નિયુકત કોર કમિટીની બેઠક યોજાશે. છેલ્લા 7 વર્ષથી ફોસ્ટાની ચૂંટણી, ઓડિટ થયું નથી, સભ્યપદ ફી લેવાઈ નથી. મતદારયાદી પણ બની નથી. એની સામે માર્કેટના વેપારીઓની યુવા બ્રિગેડે દ્વારા ચૂંટણીની માંગ કરવામાં આવતા ફોસ્ટાના વર્તમાન શાસકો દ્વારા પાંચ ઝોન પાડી રિંગરોડ ઝોન, સાલાસર ઝોન, બેગમવાડી ઝોન, સારોલી ઝોન, કમેલા ઝોનમાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં પ્રમુખ મનોજ અગ્રવાલે દાવો કર્યો હતો કે કોઈપણ વેપારીએ ચૂંટણીની માંગ કરી નથી. 5 ઝોનની બેઠકમાં પોત પોતાના સંગઠન ચલાવતા વેપારીઓને ફોસ્ટાનું સભ્ય પદ અને ચૂંટણીમાં મતદાનનો અધિકાર નહીં આપવો એવું સૂચન મળ્યું છે. બીજી તરફ યુવા બ્રિગેડે શનિવારે ચૂંટણી જાહેર નહીં થાય તો ફોસ્ટાના પદાધિકારીઓનો ઘેરાવ કરવા ચિમકી આપી છે.