(Surat) અલથાણ (althan) ખાતે રહેતા અને ન્યુ ટેક્ષટાઈલ માર્કેટમાં (New Textile Market) દુપટ્ટાની કાપડની દુકાન ધરાવતા વેપારી (Textile Trader) પાસેથી ભટારમાં જ રહેતા વેપારીએ 64.50 લાખનો માલ ખરીદી કર્યો હતો. જેમાંથી થોડું પેમેન્ટ (Payment) આપી 61.31 લાખ રૂપિયા નહીં આપી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ (Complaint) સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
- અલથાણ કેનાલ રોડ પર રહેતા સાંઈ રૂદ્રા એપાર્ટમેન્ટમાં 32 વર્ષીય રાહુલ લુથરા એનટીએમમાં દુપટ્ટાની દુકાન ધરાવે છે
- ઓક્ટોબર 2020માં વિશાલ ચૂઘ નામના વેપારીને વિશ્વાસ રાખી 61 લાખનો માલ વેચ્યો હતો
- પેમેન્ટ નહીં કરી સામેથી ધમકી આપતા રાહુલ લુથરાએ વિશાલ ચુઘ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરી
અલથાણ કેનાલ રોડ પર સાંઈ રૂદ્રા એપાર્ટમેન્ટમાં રહેતા 32 વર્ષીય રાહુલકુમાર હરીશકુમાર લુથરા રિંગરોડ ખાતે ન્યુ ટેક્ષટાઈલ માર્કેટમાં દુપટ્ટાની કાપડની દુકાન ધરાવે છે. ગત ઓક્ટોબર 2020 માં વિશાલ રાજકુમાર ચુઘ (રહે, રાધા ક્રિષ્ણા એપાર્ટમેન્ટ, ભટાર) રાહુલની દુકાને ગયા હતા. અને પોતે દુપટ્ટાના કાપડને લગતું કામ કરતા હોવાનું કહ્યું હતું. તથા પોતે માર્કેટમાં સારૂ નામ ધરાવતા હોવાનું અને સમયસર પેમેન્ટ આપતા હોવાનું કહ્યું હતું. જેથી વિશાલ ઉપર વિશ્વાસ મુકીને રાહુલે દુપટ્ટાનો માલ આપ્યો હતો.
વિશાલને એપ્રિલ 2021 થી જુલાઈ 2021 સુધીમાં કુલ 64.50 લાખનો માલ આપ્યો હતો. સમય મર્યાદામાં રાહુલે પેમેન્ટની માંગણી કરતા વિશાલે પેમેન્ટ આપ્યું નહોતું. વિશાલે હાલ મંદી હોવાનું કહીને સમય પસાર કર્યો હતો. જેમાં થોડુ પેમેન્ટ આપ્યું હતું. બાકી 61.31 લાખ રૂપિયાની પેમેન્ટની ઉઘરાણી કરતા રાહુલને ગાળો આપી ખોટા કેસોમાં ફસાવી દેવા તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી રાહુલે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.