SURAT

લેભાગુ વેપારીઓની ચીટિંગનો ભોગ બનેલા 100 વિવર્સ સાથે સલાબતપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યું ફોગવા

સુરત: (Surat) શહેરની કાપડ માર્કેટસમાં (Textile Market) ઉઠમણું કરી ફરી બેસ્ટ લેભાગુ કાપડના વેપારીઓ (Traders) સામે પગલાં ભરવા ફોગવાએ અભિયાન છેડ્યું છે. બુધવારે સલાબતપુરા પીઆઈ કિકાણીને મળી ચીટિંગની જૂની ફરિયાદોમાં કાર્યવાહી કરવા માંગ કરી હતી. કાપડના વેપારીઓ સાથે ચીટિંગ કરવાના હેતુથી જ માર્કેટ વિસ્તારમાં વેપારીના સ્વાંગમાં ઠગ (Cheaters) ટોળકી સક્રિય થઈ છે, ત્યારે તેમની સામે કાર્યવાહી કરી શકાય એ માટે ફોગવાના આગેવાનો ચીટિંગનો ભોગ બનેલા 100 વિવર્સ પણ તેમની સાથે રજૂઆત માટે સલાબતપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.

ફોગવાના મેમ્બરોને પી.આઈ કિકાણીએ ખાતરી આપી હતી કે, જેમની જૂની અરજીઓ પર કાર્યવાહી કરવાની બાકી હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. જેમની અરજીઓ લેવાઈ નથી તેવી અરજીઓ પણ લેવામાં આવશે. હવે ચીટિંગનો ભોગ બનેલા 100 જેટલા વિવર્સો વકીલ મારફતે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં અરજીઓ દાખલ કરશે.

ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, ‘ચીટર ટોળકીઓને કાબૂમાં લેવા વિવર્સ હવે પોલીસસ્ટેશનમાં અરજી કરશે. પોલીસ કમિશનરને ફોગવાની રજૂઆત બાદ હવે પોલીસ પણ સક્રિય થઈ છે. 100 જેટલા વિવર્સ પોલીસમાં વિગતવાર અરજી કરશે.

ડીજીટીઆરે સરકારના આંકડા નહીં સ્વીકારી ડ્યૂટી લગાડવાનું શકવર્તી ફાઈન્ડિંગ આપ્યું હતું

સુરત: ચીન, ઈન્ડોનેશિયા અને વિયેતનામથી આયાત થતાં પોલિએસ્ટર સ્પન યાર્ન ( PSY) ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગુ કરવાના ડીજીટીઆરના ફાઈન્ડિંગને સુરતના 35 યાર્ન યૂઝર્સ વિવર્સે પડકારી વડાપ્રધાન, નાણામંત્રી, વાણિજ્ય મંત્રી અને ટેક્સટાઇલ મંત્રીને પત્ર લખી એન્ડ યૂઝર્સને અને ફિઆસ્વી જેવાં સંગઠનોને પાર્ટી બનાવ્યા વિના સ્પિનર્સની તરફેણમાં આપેલા ફાઈન્ડિંગ (ચુકાદા)ને પડકારી વિજિલન્સ તાપસ યોજવા માંગ કરી છે. તથા ડીજીટીઆરના ફાઈન્ડિંગને સ્થગિત કરવા રજૂઆત કરી છે. સરકારની નીતિ પ્રમાણે 20 ટકાથી વધુ યાર્ન વિદેશથી આયાત થતું હોય ત્યારે એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગુ થઈ શકે, પણ માત્ર 12.64 ટકા પોલીએસ્ટર સ્પન યાર્નનો ઈમ્પોર્ટ છતાં ડીજીટીઆરે સરકારના આંકડા નહીં સ્વીકારી ડ્યૂટી લગાડવાનું શકવર્તી ફાઈન્ડિંગ આપ્યું હતું, એ શંકાસ્પદ છે તેની વિજિલન્સ તપાસ થવી જોઈએ.

ફાઈન્ડિંગને બે મહિના થવા છતાં ટેક્સટાઇલ મંત્રીની હૈયાધરપત છતાં હજુ સુધી લોકલ વિવરોને સ્પર્શતા મુદ્દાનું નિરાકરણ આવ્યું નથી.
આયાતી યાર્ન પર ડ્યૂટી લાગે એ પહેલાં જ લોકલ યાર્ન ઉત્પાદકો દ્વારા 18 સુધીનો કિલો દીઠ વધારો કરવામાં આવ્યો છે. 8000 મેટ્રિક ટન જેટલા આયાતી સ્પન યાર્નનો ઉપયોગ સુરતમાં થાય છે. ડીજીટીઆરે વાણિજ્ય મંત્રાલયને રજૂ કરેલા રિપોર્ટમાં ટેક્સટાઇલ કમિશનરેટ દ્વારા આયાતી યાર્ન પર ડ્યુટી નહીં લાદવા માટે કરેલા ડેટાને ધ્યાને નહીં લેવાનો આરોપ સ્થાનિક વિવર્સે લગાવ્યો છે.
આ અંગે સ્થાનિક વિવર્સ આગેવાનોએ જણાવ્યું હતું કે, વર્ષ-2017-18માં PSYનું લોકલ ઉત્પાદન 3,66,100 મેટ્રિક ટન હતું. જેની સામે આયાત માત્ર 46,117 મેટ્રિક ટનની હતી. એ પ્રમાણે વર્ષ 2018-19માં ડોમેસ્ટિક ઉત્પાદન 3,19,230 મેટ્રિક ટન હતું, તેની સામે આયાત 38,496 મેટ્રિક ટન રહી હતી. ડીજીટીઆરના ઈન્વેસ્ટિગેશન પિરિયડમાં લોકલમાં યાનનું ઉત્પાદન 4,08,270 મેટ્રિક ટન હતું. તેની સામે આયાત 51,591 મેટ્રિક ટનની હતી. એ રીતે છેલ્લાં ૩ વર્ષમાં આયાત 12.46 ટકા જ રહી છે. નિયમ પ્રમાણે આ આયાત 20 ટકા હોય તો જ એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગી શકે.

Most Popular

To Top