SURAT

માર્કેટ વિસ્તારમાં ટેમ્પો સહિતના ભારે વાહનોના પ્રતિબંધમાં છૂટછાટની માંગ

સુરત: રિંગ રોડ (Surat Ring Road) કાપડ માર્કેટ વિસ્તારમાં અવારનવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાઓની ફરિયાદ પર કાર્યવાહી કરતાં પોલીસ કમિશનરે કાપડ માર્કેટ (Textile Market) વિસ્તારમાં બપોરે 12થી સાંજે 6 સિવાયના સમયમાં ટેમ્પો સહિતના ગુડ્સની ડિલિવરી કરતાં ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. પોલીસ કમિશનરના (Police Commissioner) આ જાહેરનામાથી વેપારી, ટેમ્પોચાલકો અને મજૂરોમાં નિરાશા છે. ફોસ્ટાની આગેવાનીમાં સુરત શહેર પોલીસ કમિશનરને આવતીકાલે મળી ટેમ્પોની અવરજવરના સમયમાં છૂટછાટો આપવા રજૂઆત કરાશે. જો સમયમાં ફેરફાર નહીં કરવામાં આવે તો 27 તારીખથી હડતાળ પર ઊતરવાની ચેતવણી વિવિધ સંગઠનો દ્વારા આપવામાં આવી છે.

કાપડ માર્કેટનાં સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ સુરત શહેર પોલીસ કમિશનરના જાહેરનામા પછી બુધવારે ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનની આગેવાનીમાં સુરત ટેમ્પો માલિક ડ્રાઈવર વેલફેર એસોસિએશન, સુરત જિલ્લા ટેક્સટાઈલ માર્કેટ લેબર યુનિયન, સુરત ગ્રે ફિનિશ ડિલિવરી ચેરિટેબલ એસોસિએશન અને સુરત ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રતિનિધિઓ આજે એસીપી ટ્રાફિક બી.એન. દવે, સી-ડિવિઝન એસીપી બી.એમ.વસાવા, સલાબતપુરા પીઆઈ મેહુલ કીકાણી અને ટ્રાફિક પીઆઈ યુ.એ.ડાભી સાથે મળી વાહનો પર પ્રતિબંધના સમયમાં ફેરફાર સૂચવ્યા હતા.

ગ્રેની ડિલિવરીનો સમય સવારે 9થી બપોરે 3 સુધી કરવાની માંગ કરી
ગ્રેની ડિલિવરીનો સમય સવારે 9થી બપોરે 3 સુધી, ફિનીશ્ડ માલની ડિલિવરી તથા મિલોમાં ગ્રેની ડિલિવરી પહોંચાડવા માટેનો સમય સવારે 12થી સાંજે 7 સુધી રાખવા સૂચન કર્યું હતું. આ ઉપરાંત મોટાં વાહનો (6 વ્હીલર) સાંજે 7થી રાત્રિના 10 સુધી પ્રતિબંધિત, માર્કેટમાં પાર્સલ લઈ જવાનો સમય સવારે 9થી રાત્રે 9 સુધી રાખવામાં આવે તેમજ રાત્રિના 9 વાગ્યા બાદ પાર્સલ માર્કેટની બહાર નહીં જઈ શકે. એમ્બ્રોઈડરીના માલની ડિલિવરી માટેના ટેમ્પોનો સમય બપોરે 2થી સાંજે 7 સુધી, ટ્રાન્સપોર્ટ રાત્રે 10 વાગ્યા સુધી પાર્સલની ડિલિવરી સ્વીકારશે. ટેમ્પો અને ટ્રક પીળા પટ્ટાની અંદર મૂકવામાં આવે તેમજ ખાનગી વાહનો રોડ પર પાર્ક નહીં કરાય. ખાલી ટેમ્પો માર્કેટ વિસ્તારમાં રોડ પર ઊભા નહીં રખાય તેમજ વેપારીઓ વધુમાં વધુ ગ્રે માલની ડિલિવરી મિલમાં સીધા જ કરાવે. જેથી માર્કેટ વિસ્તારમાં ટ્રાફિકનું ઘટી શકે તેવી માંગ કરી હતી.

હડતાળની ચીમકી
સુરત ટેમ્પોમાલિક ડ્રાઇવર વેલફેર એસોસિએશનના પ્રતિનિધિ શ્રવણસિંહ ઠાકુર અને સંજય પાટીલે જણાવ્યું હતું કે, પોલીસ કમિશનરે વાહનો પર પ્રતિબંધ અંગે જારી કરેલા જાહેરનામા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેનો 27મીથી કડક અમલ થનાર છે. ગુરુવારે ફોસ્ટાના પદાધિકારીઓ સાથે મળી પોલીસ કમિશનર અજય તોમરને જાહેરનામું સુધારવા રજૂઆત કરીશું. અમારી સમસ્યાનો ઉકેલ નહીં આવે તો 27મીથી કામકાજ બંધ કરી હડતાળ કરવામાં આવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top