Business

સુરતમાં વર્ષે થાય છે આટલા કરોડના કાપડનું ઉત્પાદન, જાણીને ચોંકી જશો

સુરત: તાજેતરમાં સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રના વાણિજ્ય અને ટેક્સટાઇલ મંત્રી પિયુષ ગોયલ અને દર્શના જરદોશ દ્વારા (Central textile minister piyush goyal and State textile minister Darshna Jardosh ) સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના (Surat Textile Industry) મેન્યુફેક્ચરીંગ સહિતના વાસ્તવિક આંકડાઓ ડેટા સાથે રજુ કરવા જણાવ્યું હતું. ચેમ્બર દ્વારા પખાડિયાની મહેનત પછી સુરતના કાપડ ઉદ્યોગના ડેટા ભેગા કરી મંત્રાલયને મોકલવામાં આવ્યા છે.

  • સૌથી વધુ 22995 કરોડનું ફેબ્રિક્સ વોટરજેટ યુનિટસ ઉત્પાદન કરે છે
  • 4790 કરોડની રેપિયર મશીનરી ઇન્સ્ટોલ થઇ
  • 2737 કરોડનું ડેનિમ ફેબ્રિક્સ અને 619 કરોડનું લિનન ફેબ્રિક્સનું ઉત્પાદન

આ આંકડાઓ મુજબ 5 બેઝિક વેરાયટીમાં સુરતનો કાપડ ઉદ્યોગ વર્ષે 81228.88 કરોડનું કાપડ વર્ષે ઉત્પાદન કરે છે. જેમાં સૌથી વધુ ફેબ્રિક્સ (Fabrics) વોટરજેટ યુનિટ પર તૈયાર થાય છે. મશીનરીના અંદાજ પ્રમાણે 22,995 કરોડનું ફેબ્રિક્સ વોટરજેટ (Waterjet) મશીનરી પર તૈયાર થાય છે. આ મશીનરી પર રોજ 63 કરોડનું કાપડ બને છે તે ઉપરાંત પાવરલૂમ (Powerloom Sarees) પર સાડીનું ઉત્પાદન, લુસ મટીરીયલ અને ફિનિસીંગ, ફાયનલ મટીરીયલ અને સાડી ઉત્પાદન સહિતની કુલ 50085.98 કરોડનું ઉત્પાદન આ સેગમેન્ટમાં થાય છે. રેપીયર મશીનરી પર 4790.63 કરોડનું ફેબ્રિક્સ ઉત્પાદિત થાય છે.

સુરતમાં હવે સાડી, ડ્રેસ મટીરીયલ અને દુપટ્ટા ઉપરાંત લિનન અને ડેનિમ ફેબ્રિક્સનું ઉત્પાદન પણ વધી રહ્યું છે. ટેકનોલોજી અપગ્રેડેશનનો લાભ હવે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મળી રહ્યો છે.

આશિષ ગુજરાતી, પ્રેસિડેન્ટ SGGI

જયારે એરજેટ મશીન પર વર્ષે 2737.50 કરોડનું ડેનિમ ફેબ્રિક્સ ઉત્પાદન થાય છે. સુરતમાં હવે લિનન ફેબ્રિક્સનું ઉત્પાદન પણ વધ્યું છે વર્ષે 619.77 કરોડનું ફેબ્રિક્સ ઉત્પાદિત થાય છે તે રીતે સુરતના કાપડ ઉદ્યોગનું કુલ ઉત્પાદન 81228.88 કરોડનું છે. ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે સુરતમાં હવે સાડી, ડ્રેસ મટીરીયલ અને દુપટ્ટા ઉપરાંત લિનન અને ડેનિમ ફેબ્રિક્સનું (Linon and Denim) ઉત્પાદન પણ વધી રહ્યું છે. ખાસ કરીને વોટરજેટ એરજેટ અને રેપીયર (Airjet and Repier ) જેવી હાઇસ્પિડ મશીનરી સુરતમાં મોટા પ્રમાણમાં ઇન્સ્ટોલ થઇ છે. ટેકનોલોજી અપગ્રેડેશનનો લાભ હવે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મળી રહ્યો છે.

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગનું ટર્ન ઓવર આ રીતે નોંધાયું

પ્રોડક્શન પ્રત્યેક દિવસે ઉત્પાદન (કરોડમાં) વાર્ષિક ઉત્પાદન (કરોડમાં)

  • વોટરજેટ પર કાપડ ઉત્પાદન 63 કરોડ 22995
  • સાડી, ફિનિસ્ડ અને ફાઇનલ પ્રોડક્શન 137.22 50085.98
  • રેપીયર પર પ્રોડક્શન 13.13 4790.63
  • એરજેટ પર ડેનિમ પ્રોડક્શન 7.50 2737.50
  • લિનન પ્રોડક્શન 1.70 619.77
  • કુલ 81228.88

Most Popular

To Top