સુરત: (Surat) છેલ્લા બે વર્ષ કોરોનાએ ઉદ્યોગો પર પણ કહેર વરસાવ્યો હતો. હવે કોરોના ઢીલો પડતાં ઉદ્યોગો મંદીની અસરમાંથી બહાર આવી રહ્યા છે. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી રાષ્ટ્રધ્વજ (Indian Flag) બનાવવા માટેનું પ્રિન્ટેડ કાપડ અને ઝંડાના ઓર્ડર મળતા નહતા. જો કે, આ વર્ષે મોટા પાયે ઓર્ડરો મળી રહ્યા છે. 15મી ઓગસ્ટના રોજ સ્કૂલો પર, સરકારી ઓફિસોમાં (Government Office) અને ખાનગી સ્થાનો પર ધ્વજવંદનના કાર્યક્રમો કરવાનું આયોજન છે, છેલ્લા બે વર્ષમાં કોરોનાની ગાઇડ લાઈનના કારણે આવા કાર્યક્રમો મર્યાદિત અને નાના પાયે થતા હતા. જેના કારણે તે માટેના કાપડના ઓર્ડરો (Order) પણ મોટા પાયે મળી રહ્યા છે.
- કાપડના વેપારીઓને બે વર્ષમાં બાદ રાષ્ટ્રધ્વજ બનાવવાના મોટા ઓર્ડર મળવા લાગ્યા
- કોરોનાના કારણે દેશમાં છવાયેલી મંદીમાંથી કાપડ ઉદ્યોગો હવે બહાર આવી રહ્યો છે
- આ વર્ષે સ્થિતિ બહુ સુધરી છે. તેનો સીધો ફાયદો સુરતના કાપડ ઉદ્યોગકારોને થઈ રહ્યો છે
- 15મી ઓગસ્ટના રોજ સ્કૂલો પર, સરકારી ઓફિસોમાં અને ખાનગી સ્થાનો પર ધ્વજવંદનના કાર્યક્રમો કરવાનું આયોજન છે
સુરત ટેક્સટાઈલ માર્કેટમાં સાડી અને ડ્રેસ મટિરિયલ્સની સાથે ચૂંટણીમાં પ્રચારમાં ઉપયોગમાં લેવાતી કાપડની વસ્તુઓ સુરતના વેપારીઓ તૈયાર કરે છે. આ સામગ્રીમાં રાજકિય પાર્ટીઓના ચિન્હોવાળી કે સ્લોગનવાળી સાડી, ટોપી અને દુપટ્ટા સુરતમાં મોટા પાયે બને છે. કોઈ પણ રાજ્યમાં ચૂંટણી હોય ત્યારે સુરતના વેપારીઓને તેને સંબંધિત સામગ્રીના મોટા પાયે ઓર્ડર મળતા હોય છે. હવે કોરોના ઓસરતા 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈ રાષ્ટ્રધ્વજની માંગ વધી છે. કોરોના કાળમાં વેપાર-ઉદ્યોગની સાથે સ્કૂલ, કોલેજો, ખાનગી સંસ્થાઓ બંધ રહ્યા હતા.
તેના કારણે સ્વતંત્રતા દિવસ પર મોટા પાયે આયોજન થયા ન હતા. તેથી રાષ્ટ્રધ્વજ બનાવવાના ઓર્ડર નહીં સમાન હતા. આ વર્ષે સ્થિતિ બહુ સુધરી છે. તેનો સીધો ફાયદો સુરતના કાપડ ઉદ્યોગકારોને થઈ રહ્યો છે. સુરતમાં તમામ પ્રકારના ગ્રે કાપડ મળી રહેતા હોવાથી અને ડાઈંગ-પ્રિન્ટિંગની પણ બહુ સારી વ્યવસ્થા છે તેના કારણે કાપડ સરળતાથી તૈયાર થઈ જાય છે. તેથી સુરતના વેપારીઓને તેને લગતા ઓર્ડરો પણ મળી રહે છે. તેથી આ વર્ષે સુરતના ઉદ્યોગકારો-વેપારીઓને રાષ્ટ્રધ્વજના ઓર્ડરો મોટા પાયે મળ્યા છે.