રીવર લિન્કિંગ પ્રોજેક્ટ માટે 5700 કરોડની જોગવાઈ: દમણગંગા સાથે તાપી અને નર્મદા નદીને જોડવામાં આવશે

ભરૂચ: કેન્દ્રીય બજેટ ૨૦૨૨-૨૩માં રીવર લિન્કિંગ પ્રોજેક્ટમાં ગુજરાતની નર્મદા સહીત ૩ નદીઓનો સમાવેશ થયો છે. બજેટમાં જેની વાત કરવામાં આવી તે નર્મદા, તાપી અને પાર નદીના જોડાણની યોજનાઓ ભવિષ્યમાં સાકાર થઇ રહી છે. નાણાંપ્રધાન નિર્મલા સીતારામને બજેટમાં જાહેર કરેલા રીવર લિન્કિંગ પ્રોજેક્ટ માટે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે રૂ.૫૭૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

નાણાંપ્રધાન નિર્મલા સીતારામને બજેટ વાંચન દરમિયાન કરેલી જાહેરાતમાં ઉત્તરભારતમાં કેન-બેતવા નદી ઇન્ટરલિન્કિંગ પ્રોજેક્ટ સહિત ગુજરાતના ૩ નદીના પ્રોજેક્ટ વિશે જણાવ્યું હતું કે, ઔપચારિક રીતે ગત વર્ષે મંજૂર કરાયેલી કેન-બેતવા રિવર ઇન્ટરલિન્કિંગ પ્રોજેક્ટ માટે આશરે કુલ રૂ.૪૬,૬૦૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ પ્લાનિંગમાં ગુજરાતની દમણગંગા- પીંજર, પાર- તાપી-નર્મદા, ક્રિષ્ણા-ગોદાવરી, ક્રિષ્ણા–પેન્નાર અને પેન્નાર કાવેરી રીવર ઇન્ટરલિન્કિંગ પ્રોજેકટ જાહેર કરવામાં આવ્યાં છે. ગુજરાતની નદીઓમાં જેનો સમાવેશ થયો છે તમામ દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતી નદીઓ છે.જ્યારે દમણગંગા નદીની વાત કરીએ તો આ નદી મહારાષ્ટ્ર, દાદરાનગર હવેલી અને દીવ દમણમાંથી વહેતી અરબી સમુદ્રને મળે છે. ૧૩૧ કિલોમીટર લાંબી આ નદીના વિસ્તારમાં વાપી, દમણ, દાદરા અને સેલવાસ જેવા ઔદ્યોગિક શહેરો વસેલાં છે. દમણગંગા નદીના જળરાશિના ઉપયોગ માટે મધુબન ડેમ બાંધવામાં આવેલો છે.

ઔરંગા, અંબિકા અને પૂર્ણા નદીનો વધારાનો પાણીનો જથ્થો ઉત્તર ગુજરાતના સૂકા વિસ્તારમાં પહોંચાડવાની યોજના
પાર-તાપી-નર્મદા જોડાણ માટે દક્ષિણ ગુજરાતની તોફાની નદી પાર અને તાપી નદી વચ્ચે જેવી કે ઔરંગા, અંબિકા અને પૂર્ણા નદીનો વધારાનો પાણીનો જથ્થો ઉત્તર ગુજરાતના સૂકા વિસ્તારમાં પહોંચાડવાની યોજના છે. તેનો મુખ્ય હેતુ સિંચાઈ અને પીવા માટે પાણી મેળવવાનો છે. યોજના માટેનું પ્લાનિંગ પૂર્ણ થઈ ગયું છે. યોજના હેઠળ વર્ષેદહાડે ૮૦,૦૦૦ લોકોને પીવાનું પાણી મળશે. દરેક જળાશયનું પાવર હાઉસ પણ બનાવાશે જેથી વીજળી પણ મળી શકે. તો ૩૯૫ કિલોમીટર લાંબી નહેર બનાવાશે જેમાં જેમાં ૨૦૫ કિલોમીટર પાર- તાપીના ભાગમાં ફીડર કેનાલની લંબાઈ સહિત ૧૯૦ કિલોમીટરની નહેર બનશે.

વર્ષ 2009માં થઇ હતી શરુઆત
આ યોજના માટે 2009માં સર્વે શરૂ થયો હતો અને કુલ ૬૦૦૦ કરોડની યોજના હતી. આ યોજનાથી વર્ષે ૬૧૮.૨૪ કરોડની આવકનું લક્ષ્ય છે જેમાં સિંચાઈથી ૫૬૩ કરોડ અને વિદ્યુત ઉત્પાદન દ્વારા ૫૫ કરોડની આવક થશે. દરિયામાં જતાં ૧૩૦૦ એમસીએમ પાણીને બચાવી શકાશે જે પીવાના ઉપયોગમાં લઇ શકાશે. આ યોજનાનો લાભ નવસારી, સુરત, ડાંગ અને ભરૂચ જિલ્લામાં ૫૦ હજાર હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા સહિત સૌરાષ્ટ્રને પણ મળશે, જેમાં સૌરાષ્ટ્રની કુલ ૩ લાખ હેક્ટર જમીનને સિંચાઈ મળશે.

Most Popular

To Top