SURAT

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને 12 ફેબ્રુઆરીએ SVNITનો 20મો પદવીદાન સમારોહ યોજાશે

સુરતઃ (Surat) રાષ્ટ્રપતિ (President) શ્રીમતી દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને તારીખ ૧૨મીએ સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી(SVNIT)નો ૨૦મો પદવીદાન સમારોહ (Convocation) વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાશે. જેમાં SVNITની ૧૨ વિદ્યાશાખાના ૧૪૩૪ વિદ્યાર્થીને પદવી એનાયત કરાશે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહેશે.

  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને તા.૧૨મીએ SVNITનો ૨૦મો પદવીદાન સમારોહ યોજાશે
  • ૧૨ વિદ્યાશાખાના ૧૪૩૪ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે
  • ૨૨ વિદ્યાર્થી અને ૬ વિદ્યાર્થિની મળી ૨૮ તેજસ્વી વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ અપાશે

આ અંગે SVNITના ડિરેક્ટર ડો.અનુપમ શુક્લાએ જણાવ્યું હતું કે, આ પદવીદાન સમારોહમાં ૧૪૩૪ વિદ્યાર્થીને પદવી એનાયત કરવામાં આવાશે. આ સમારોહમાં ૧૨૬ વિદ્યાર્થીને પી.એચ.ડી., ૮૦૫ને બી.ટેક., ૩૫૫ને એમ.ટેક, ૧૪૮ને પાંચ વર્ષની ઇન્ટીગ્રેટેડ એમ.એમ.સી.ની ડીગ્રી એનાયત કરાશે. ઉપરાંત ૨૨ વિદ્યાર્થી અને ૬ વિદ્યાર્થિની મળી કુલ ૨૮ તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. ૧૪૩૪ વિદ્યાર્થી અને ૨૯૩ વિદ્યાર્થિની પદવી એનાયત કરવામાં આવશે. તમામ ગોલ્ડ મેડાલિસ્ટને રાષ્ટ્રપતિના હસ્તે મેડલ અર્પણ કરાશે.

માત્ર નિવાસી ઇન્સ્ટિટ્યૂટ એવી SVNITમાં હાલ ૫૮૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ સંસ્થા દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ના શૈક્ષણિક વર્ષથી બે વર્ષના MBA પ્રોગ્રામ શરૂ કરાશે એવી જાણકારી તેમણે આપી હતી. નોંધનીય છે કે, પદવીદાન સમારોહ તારીક ૧૨મીએ સાંજે ૫.૦૦ વાગ્યે યોજાશે. પ્રેસ કોન્ફરન્સમાં રજિસ્ટ્રાર ડો.પ્રમોદ માથુર, એકેડેમી ડીન હિતેશ જરીવાલા સહિત અન્ય ફેકલ્ટી ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top