સુરત: (Surat) સુરત શહેરનું તાપમાન (Temperature) બે જ દિવસમા અચાનક બદલાઈ ગયું છે. જેને કારણે વાયરલ ઇન્ફેક્શન અને શરદી ખાંસી તાવના કેસ પણ વધી રહ્યાં છે. આટલા દિવસ સુધી સતત વરસેલા વરસાદ બાદ બે-ત્રણ દિવસથી ગરમીનું પ્રમાણ અચાનક જ વધી ગયું છે. તેની અસર માનવ શરીર પર તો ઠીક પરંતુ પ્રકૃતિ પર પણ જોવા મળી રહી છે. મંગળવારે સવારે સુરત શહેરના વાતાવરણમાં અચાનક બદલાવ જોવા મળ્યો હતો. વહેલી સવારે શહેરના કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ (Fog) છવાયેલું જોવા મળ્યું હતું. જેને જોતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું. ઓક્ટોબર મહિનામાં આટલું ધુમ્મસ.. આ તે કેવી સીઝન…
હાલ ના તો ઠંડીની શરૂઆત થઈ છે કે ના તો ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. સવારે હળવી ઠંડક બાદ બપોરે ગરમી અને બફારાથી લોકો પરેશાન છે. તેવામાં સવારનું આ ધુમ્મસ કઈ સીઝનનો સંકેત આપે છે તે બાબત એક મોટો પ્રશ્ન બની રહે છે.