SURAT

મુજે જો ફ્રીડમ ચાહીએ યહાં નહીં મિલ સકતી, થેંક્યુ પાપા હંમેશા ઇગોમે રહેને કે લીયે.. સુરતની ઘટના

સુરત: (Surat) અઠવાલાઈન્સ આદર્શ સોસાયટીની પાસે રહેતી ધોરણ 11 ની વિદ્યાર્થીની ગઈકાલે પિતાએ અભ્યાસ (Education) બાબતે ઠપકો આપતા ચીઠ્ઠી લખીને ઘર છોડી જતી રહી હતી. ઉમરા પોલીસે (Police) અપહરણની (Kidnapping) ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ચિઠ્ઠીમાં વિદ્યાર્થીનીએ લખ્યું કે બાય જા રહી હું મે સબસે દુર, અબ મુઝે નહી રહેના હે કીસીકે સાથ થેંક્યુ સો મચ મુઝે 17 સાલ ઝેલને કે લીયે..

અઠવાલાઈન્સ ખાતે આદર્શ સોસાયટી પાસે આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા કાપડ દલાલની 16 વર્ષની દિકરી પ્રાચી (નામ બદલ્યું છે) ઘર છોડીને જતા અપહરણની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પ્રાચી ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરે છે. પ્રાચી મોબાઈલનો વધારે ઉપયોગ કરતી હોવાથી તેના પિતાએ ગઈકાલે તેને કા તો બુકમાંથી વાંચ અથવા ઇંટરનેટ ઉપર વાંચ તેમ કહીને ઠપકો આપી બે દિવસ સ્કુલમાં જવાની ના પાડી હતી. ત્યારબાદ કાપડ દલાલ તેના પિતા માર્કેટમાં જતા રહ્યા હતા. તેમની માતા ભટારમાં સત્સંગમાં ગયા હતા. પરત આવ્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો. અને પ્રાચી ઘરે નહોતી. તેના સ્ટડી ટેબલ પર એક ચિઠ્ઠી પડી હતી. ચિઠ્ઠીમાં પ્રાચીએ અંગેજીમાં બાય જા રહી હું મે સબસે દુર, અબ મુઝે નહી રહેના હે કીસીકે સાથ થેંક્યુ સો મચ મુઝે 17 સાલ ઝેલને કે લીયે ઔર પ્લીઝ મુઝે ઢુંઢને કી કોશીશ મત કરના મૈં જૈસી ભી રહુ ખુશ રહુંગી ભલે હી સુરતમેં રહુંગી.. થેંક્યુ દાદી મુઝે ઇતને પ્યાર સે રખને કે લીયે ઔર થેંક્યું દાદુ મુઝે હમેશા મેરી ગલતી પર ડાટને કે લીયે.. ઔર થેંક્યુ મેરી હર ખ્વાઈશ ઔર જીદ પુરી કરને કે લીયે.

ખૂબ લાંબી લખેલી ચિઠ્ઠીમાં વિદ્યાર્થીનીએ લખ્યું કે અબ મુઝે કીસી કે સાથ નહી રહેના મુઝે ખુશ રહેના હૈ, મુઝે ફ્રીડમ ચાહિયે, જો મુઝે યહા નહીં મિલ સકતી, ભુલ જાઈએ મુઝે, હા ઔર મે કીસી લડકે કે સાથ ભાગી હું એસા મત સોચના ભગવાન કી કસમ, મુઝે ઢુંઢને કી ટ્રાય કી તો મે ઉસી સમય મર જાઉંગી, પાપા આપને મુઝે બહોત હર્ટ કીયા હૈ તો અબ મુઝે અકેલે ખુશ રહેને દીજીએ, મે આપકે સાથ કભી ખુશ નહિં રહ સકતી.. તો પ્લીઝ લેટ મી બી હેપ્પી, ઔર મુઝે એકેલે છોડ દીજીયેગા થેંક્યુ હમેશા અપને ઇગો મે રહને કે લીયે ઔર મુઝે કભીભી નહીં સમજને કે લીયે… વિદ્યાર્થીની આ ચિઠ્ઠી વાંચીને પરિવારે તાત્કાલિક ઉમરા પોલીસ સ્ટેશનમાં આ અંગે અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top