Gujarat

સુરતની સુમૂલ ડેરીને એનર્જી સેવિગ્સની કામગીરી બદલ પ્રથમ ક્રમનો એવોર્ડ

સુરત: (Surat) સુરતની સુમૂલ ડેરીને (Sumul Dairy) એનર્જી સેવિગ્સની કામગીરી બદલ પ્રથમ ક્રમનો એવોર્ડ (First Award) એનાયત કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૧ માટે ડેરી ઈન્ડસ્ટ્રીઝ સેક્ટરમાં દેશમાંથી ઘણી ડેરીઓ આસને ફૂડ પ્રોસેસિંગ કંપનીઓએ (Company) ભાગ લીધો હતો. જેમાં સુમુલ ડેરીને બાજીપુરા કેટલ ફીડ ફેક્ટરી માટે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. સંસ્થાના પ્રમુખ માનસિંહભાઈ પટેલને કેન્દ્રીય ઉર્જા મંત્રી શ્રી આર કે સિંગના હસ્તે તા.૧૪ ડીસેમ્બર ૨૦૨૧ના રોજ વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે આપવામાં આવશે.

  • “નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ-૨૦૨૧” સુમૂલની બાજીપુરા કેટલ ફીડ ફેક્ટરીને અપાશે
  • ભારત સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા દર વર્ષે અપાતા એનર્જી સેવિંગ્સ માટેનું પ્રથમ એવોર્ડ 14 ડિસેમ્બરે સુમુલના ચેરમેન માનસિંહ પટેલને એનાયત કરાશે
  • કેટલ ફીડ પ્લાન્ટ માટે એનર્જી સેવિંગ માટે એવોર્ડ મેળવનાર સુમુલ ડેરી પ્રથમ ડેરી છે

ભારત સરકારના વિદ્યુત મંત્રાલય દ્વારા દર વર્ષે બ્યુરો ઓફ એનર્જી એફિસીયેન્સી સેલ હેઠળ ઊર્જા‍ ક્ષેત્રે બચત કરવા માટે દેશની અલગ અલગ ક્ષેત્રની કંપનીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. વર્ષ ૨૦૨૧ માટે ડેરી ઈન્ડસ્ટ્રીઝ સેક્ટરમાં દેશમાંથી ઘણી ડેરીઓ આસને ફૂડ પ્રોસેસિંગ કંપનીઓએ ભાગ લીધો હતો. જેમાં સુમુલ ડેરીને બાજીપુરા કેટલ ફીડ ફેક્ટરી માટે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. વિવિધ કંપનીઓ પાસે મંગાવેલ અરજીઓનું સ્થળ પર ઓડિટ કર્યા બાદ તેની કામગીરી નક્કી થતી હોય છે. ત્યારબાદ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવે છે. કેટલ ફીડ પ્લાન્ટ માટે એનર્જી સેવિંગ માટે એવોર્ડ મેળવનાર સુમુલ ડેરી પ્રથમ ડેરી છે. આ પ્રસંગે સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે જણાવ્યું હતું કે આ માટે સુમુલ ડેરીના બોર્ડના તમામ સભ્યો,ઈ.એમડી, સંઘના બાજીપુરા કેટલ ફીડ ફેક્ટરી ખાતેના તેમજ સુમુલ ડેરીના તમામ અધિકારીઓ અભિનંદનના અધિકારી છે. તેઓએ આ એવોર્ડ માટે સુરત અને તાપી જીલ્લાના તમામ પશુપાલકોને પણ અભિનંદન પાઠવ્યા છે અને વિકાસની આ હરણફાળમાં સુમુલ ડેરી સદાય અગ્રેસર રહે એવી શુભેચ્છા તમામ પશુપાલકોને પાઠવી છે.

Most Popular

To Top